GUJARATJETPURRAJKOT

Rajkot: સ્વચ્છતા એ જ સેવા,રાજકોટ તાલુકા તથા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલી સઘન સફાઈ

તા.૧૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનને રાજકોટ જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ સ્ટેશન, જાહેર માર્ગો ઉપરાંત રોડની પાસેના વિસ્તારો, શાળાઓ વગેરે સ્થળો પર સઘન સ્વચ્છતા ચાલી રહી છે. જેમાં રાજકોટ તાલુકા ઓફિસ ખાતે આ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ હતી, સાંગણવા ગ્રામ પંચાયતની દીવાલોને રંગ રોગાન કરાયું હતું,

તેમજ ભુપગઢ ગામે બસ સ્ટેન્ડમાં કચરો એકઠો કરાયો હતો. અને જાહેર સ્થળો સઘન સફાઈ કરી સુઘડ બનાવાયા હતા. “મારું ગામ, સ્વચ્છ અને સુંદર ગામ” એવી નેમ સાથે ગ્રામીણ વિસ્તારના લોકો, ગામડામાં જૂના જામેલા કચરાના ઢગલા, નક્કામા ઝાડી-ઝાંખરા દૂર કરીને વિસ્તારો સુઘડ બનાવી રહ્યા છે. હાઇવે-રોડ કાંઠે ઘણા સમયથી જામેલા ઢગલા તથા ઝાડી-ઝાંખરા દૂર કરીને વિસ્તારો સ્વચ્છ બનાવાયા હતા. રાજકોટ તાલુકા આસપાસ સ્વચ્છતા ઝુંબેશ અન્વયે સમગ્ર વિસ્તારને એકદમ સ્વચ્છ બનાવ્યો હતો. આ વિવિધ વિસ્તારોમાં થયેલી સ્વચ્છતા ઝુંબેશમાં નાગરિકોનો પણ સરાહનીય સહયોગ સાંપડયો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!