જૂનાગઢ જિલ્લામાં વર્ષ-૨૦૨૪-૨૫માં અંદાજીત ૫૮૧૬૮ હેક્ટરમાં ફળ, શાકભાજી અને મરી મસાલા સહિતના બાગાયત પાકોનું વાવતેર
૨૬૮ જેટલા ખેડૂતોને બાગાયત પાકોની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી અંગે તાલીમ આપવામાં આવી

૨૬૮ જેટલા ખેડૂતોને બાગાયત પાકોની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી અંગે તાલીમ આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં બાગાયતકાર ખેડૂતોને ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, ફળ તથા શાકભાજી પાકોના નવા વાવેતર, પ્લાસ્ટીક મલ્ચીંગ, મીની ટ્રેકટર, પાવર ટીલર, ડ્રીપ ઇરીગેશન સહિતની સવલતો માટે કુલ રૂા ૫૭૮.૧૭ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
ઉપરાંત પાણીના ટાંકો બનાવવા, નેટ હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પેકીંગ મટીરીયલ્સ, પ્રોસેસીંગના સાધનો, નિકાસ માટે હવાઇ નૂરમા સહાય વગેરે જેવા ઘટકોમાં ખેડૂતોને નાણાકિય સહાય આપવામાં આવી છે. તેમજ ૨૬૮ જેટલા ખેડૂતોને બાગાયત પાકોની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી અંગે તાલીમ પણ આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લો એટલે બાગાયત પાકોનાં ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેમ જણાવી નાયબ બાગાયત નિયામકે કહયુ કે, જિલ્લામાં ફળ, શાકભાજી અને મરીમસાલાનું સારૂ એવું ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર અંદાજે ૫૮૧૬૮ હેકટર જેટલો હતો. જેમાં ફળપાકો ૧૬૪૩૪ હેકટર, શાકભાજી ૧૬૧૨૬ હેકટર તથા મરી મસાલાના પાકોનું ૨૫૪૦૪ હેકટર વાવેતર ફુલનું વાવેતર ૨૦૪ હેકટરમાં થયુ હતુ.
જૂનાગઢ જિલ્લામાં બાગાયત પાકો અંગે કુલ રૂ. ૮૯૯.૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં બાગાયત વિકાસ કાર્યક્રમમાં સામાન્ય જાતીના ખેડૂતો માટે રૂા. ૬૬૨.૮૨ લાખ, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે રૂા ૧૧.૪૫ લાખ, ગુજરાત હોર્ટીકલ્ચર મિશનમાં સામાન્ય જાતીના ખેડૂતો માટે રૂ. ૨૧૭.૫૯ લાખ, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ૭.૩૪ લાખ, ચૂકવવામાં આવી હોવાનું નાયબ બાગાયત નિયામક દ્વારા વધુમાં જણાવાયુ હતુ.



