JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં વાલીઓને પરિણામપત્ર સાથે મતદાન જાગૃતિ પત્રિકાનું વિતરણ કરાયું 

જૂનાગઢ,તા. ૫ જૂનાગઢ જિલ્લામાં સ્વીપ અન્વયે મતદાર જાગૃતિ કાર્યક્રમ થકી મતદાન જાગૃતિનો  લોક સંદેશ દરેક નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના ધોરણ ૩ થી ૮ ના કુલ ૧૨૦૬૮૭ વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામ પત્ર સાથે તેમના વાલીઓને મતદાન કરવા માટેના નિમંત્રણ પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પત્રિકા સાથે  પરિવારના સૌ સભ્યોને મતદાન કરવા અને અન્યને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિમંત્રણ પત્રીકામાં આગામી તા.૭ મે ના રોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી યોજાનાર  મતદાન, અને  જિલ્લાના નાગરિકોને સો ટકા મતદાન કરી –  કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહીના અવસરમાં સહભાગી બનવા અપીલ  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયા એ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!