JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફોર્મ પર પ્રેરણા પ્રવાસ યોજાયો

પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો,મિશ્ર પાક પદ્ધતિ,મૂલ્ય વર્ધન દ્વારા વેચાણ વ્યવસ્થા અંગે ખેડૂતોને માહિતગાર કરાયા

પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો,મિશ્ર પાક પદ્ધતિ,મૂલ્ય વર્ધન દ્વારા વેચાણ વ્યવસ્થા અંગે ખેડૂતોને માહિતગાર કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ પર આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો હતો.
આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફોર્મ પર પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના ૪૦૦ થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના મોડેલ ફોર્મ પર કૃષિલક્ષી પ્રેરણા પ્રવાસ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.
પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજામૃત , ધનજીવામૃત,જીવામૃત, આચ્છાદન ,વાપસા, મિશ્ર પાક પદ્ધતિની માહિતી તેમજ મૂલ્ય વર્ધન દ્વારા વેચાણ વ્યવસ્થા અંગે ખેડૂતોએ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.

Back to top button
error: Content is protected !!