મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં સઘન સફાઈ ઝુંબેશ…
ભવનાથ ક્ષેત્રમાં કચરો નજરે પડતાં મહાનગર પાલિકા,જૂનાગઢની સેનીટેશન શાખા દ્વારા તુરંત જ સફાઈ અભિયાન

શહેરના ભવનાથ ક્ષેત્રના પાજનાકા પુલની નીચે ખૂબ જ કચરો આવેલ હતો,જેની મહાનગર પાલિકા,જૂનાગઢની સેનીટેશન શાખાને જાણ થતા તુર્ત જ ક્લીન અપ જુનાગઢ અને મહાનગર પાલિકાની સેનીટેશન શાખાના સંયુક્ત ઉપક્રમે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરશ્રી ડી.જે.જાડેજા તથા સેક્રેટરીશ્રી અને આસી.કમિશનર(ટેક્ષ) તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ જી. ટોલીયાના માર્ગદર્શન મુજબ સેનિ.સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ ત્રિવેદી દ્વારા આજ રોજ તા:૦૧/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે થી ૧૨:૦૦ કલાક સુધી સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હિતેશ ભાઈ સરવૈયા,સફાઈ સુપરવાઈઝરશ્રીઓ,ફોરેસ્ટ અધિકારી શ્રી બી.બી.મકવાણા,રાઠોડ ભાઈ,વન વિભાગના કર્મચારીશ્રીઓ,સફાઈ કર્મચારીશ્રીઓની મદદથી આશરે એક ટન કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો.આ તકે ભગવાનના ફોટાઓ,પ્લાસ્ટિકની થેલીઓ, ફૂલ, નારિયેળ અને અન્ય કચરો ન નાખવા અંગે માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. તેમજ વન વિભાગના કર્મચારીશ્રીઓ દ્વારા જાહેરમાં કચરો નાખવા બદલ રૂ.૨૦૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.





