
તા. ૨૬.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઓલ એનિમલ રેસ્ક્યુ ટિમ દ્વારા ચોસાલા કાળીગામ રોડ નજીક ખેતર માંથી અજગરને રેસ્ક્યુ કર્યો
આજરોજ શુક્રવાર સાંજના સમયે ચોસલા કાળીગામ રોડ પર એક ખેતરમાં વિશાલ કાય અજગર જોવાતા ગ્રામ જનો દ્વારા દાહોદની ઓલ એનિમલ રેસ્ક્યુ ટિમને ટેલિફોનીક જાણ કરી કે ગામ માં વિશાળકાય અજગર નીકળ્યો છે જેવી માહિતી મળતાજ ગ્રુપના મેમ્બર ગોવિંદભાઈ ડામોર અને જૈમિનભાઈ ચારેલ અને સંસ્કારભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પોચી ને અજગરનું રેસકયું કરિયું અને અજગર આશરે ૯.૧૦.ફીટ લાંબો ૧૫. કિલો વજન ઘરવતો હતો અજગર સેફ રેસક્યુ કરી સુરક્ષિત રીતે અનુકુળ જગ્યા પર જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો




