Rajkot: રાજકોટ જિલ્લામાં ઝુનોસીસ દિવસની ઉજવણી કરાઈ

તા.૮/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આરોગ્ય વિભાગ દ્વારા ઝુનોસીસ રોગો વિશે લોકોને જાગૃત કરાયા
Rajkot: રાજકોટ જિલ્લામાં જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા વલ્ડ ઝુનોસીસ દિવસની ઉજવણી કરાઈ હતી.
તા ૬ જુલાઇના રોજ દર વર્ષે ભારતમાં વલ્ડ ઝુનોસીસ દિવસની ઉજવણી અંતર્ગત આ રોગો સાથે સંકળાયેલા જોખમો વિશે લોકજાગૃતિ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે ફેલાયેલા તમામ ચેપી રોગમાં ઝુનોસીસ રોગના પેથોજન્ય ૬૦% માટે જવાબદાર છે અને બીજા અન્ય ઉભરતા રોગો માટે ઝુનોસીસ રોગના પેથોજન્ય ૭૫% માટે જવાબદાર છે.
જાહેર આરોગ્યના મુખ્ય ઝુનોસીસ રોગ હડકવા, બ્રુસેલોસીસ, ટોક્સોપ્લાઝ્મોસીસ, સિસ્ટીસરકોસીસ, ઇચીનોકોસીસ, જેઇ,પ્લેગ, લેપ્ટોસ્પાયરોસીસ,CCHF, H1N1, વેસ્ટ નાઇલ ફીવર અને યલો ફીવર જેવા નવા ઉભરતા રોગોએ ઝુનોસીસ વિશે જાગૃતિ લાવવાના મહત્વ પર ભાર મુક્યો છે.
રાજકોટ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ અને નિષ્ણાંતો દ્વારા સ્કૂલોમાં બાળકોને ઝુનોસીસ રોગો વિશે માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત ગ્રામ સભાઓ યોજી, પેમ્ફ્લેટ વિતરણ દ્વારા સ્થાનિક કક્ષાએ આશા બહેનોને, સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલા જુથોને તથા પશુપાલકોને માર્ગદર્શન અપાયું હતું.
ઝુનોસીસ દિવસની સફળતાપુર્વક ઉજવણી માટે કલેકટરશ્રી પ્રભવ જોષી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.પી.કે.સિંધ અને તેમની ટીમ દ્વારા ઝુનોસીસ દિવસની ઉજવણી કરી લોકોને માર્ગદર્શન અપાયું હતું.




