જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન દ્વારા કેશોદ તાલુકાના ઈસરા ગામે પૂર(Flood) અંગે મોકડ્રીલનું આયોજન
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન જૂનાગઢ દ્વારા આજ રોજ પૂર(Flood) વિષય પર મામલતદાર કચેરી, કેશોદ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જૂનાગઢ તા.૧૭, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન જૂનાગઢ દ્વારા આજ રોજ પૂર(Flood) વિષય પર મામલતદાર કચેરી, કેશોદ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠક બાદ કેશોદ તાલુકાના ઈસરા ગામે આવેલ તળાવ ખાતે NDRF ટીમ તથા મામલતદાર કચેરી, કેશોદના સંકલનથી કેશોદ તાલુકાના તમામ લાઈન ડીપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે પૂર(Flood) અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ મોકડ્રીલમાં NDRF ના આસીસ્ટન્ટ કમાંડન્ટશ્રી અને ટીમ કમાંડરશ્રી તથા મામલતદારશ્રી કેશોદ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કેશોદ, પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી કેશોદ, પી.જી.વી.સી.એલ. વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, નગરપાલિકાનો ફાયર વિભાગ, ૧૦૮ ટીમ, હોમગાર્ડ વિગેરે તમામ તાલુકા કક્ષાના લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ તથા જૂનાગઢના નાયબ મામલતદારશ્રી(ડીઝાસ્ટર) ઉપસ્થિત રહ્યા હતા અને ગામલોકોની હાજરીમાં ઉક્ત મોકડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.





