JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કિંગ એજ્યુકેશનની ઉત્કૃષ્ઠ શિક્ષણ પદ્ધતિથી ઝળહળતું ઉત્કૃષ્ઠ પરિણામ આવતા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

કિંગ એજ્યુકેશન પોઈન્ટના 30 માંથી 21 બાળકોએ સૈનિક સ્કૂલની પરીક્ષા પાસ કરી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કિંગ એજ્યુકેશન પોઈન્ટ ખાતે ગત જાન્યુઆરી માસમાં લેવાયેલ સૈનિક સ્કૂલના બાળકોનો સન્માન સમારંભ યોજાયો.જેમાં સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષાનું ઝળહળતું પરિણામ આવતા વાલીઓ વિદ્યાર્થીઓમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો. કિંગ એજ્યુકેશન ખાતે યોજાયેલ સમારંભમાં શહેરના અનેક શ્રેષ્ઠીઓએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જે પરિણામ આવ્યું હતું તે માટે વાલીઓએ સંસ્થાની ઉત્કૃઠ શિક્ષણ પદ્ધતિને બિરદાવી હતી.સંસ્થા દ્વારા પાસ થયેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.સમારોહ બાદ બાળકોના સારા પરિણામ બદલ DJ નું પણ આયોજન કરેલ હતું. જેમાં વાલી , વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ મન મૂકી જુમ્યા હતા.
ઉત્તીર્ણ થયેલ બાળકોના વાલીઓએ બાળકોના ઝળહળતા પરિણામનો શ્રેય માત્ર કિંગ એજ્યુકેશન પોઇન્ટ અને તેમની ટીમને આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં આવા કોચિંગ મેળવી ગર્વ અનુભવીએ છીએ. અને શ્રેષ્ઠ પરિણામ બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વાલીઓએ વધુ ઉમેરતા જણાવ્યું હતું કે ઘર જેવા પ્રફુલ્લિત વાતાવરણમાં બાળકોની ખૂબ ચિંતા અને ચીવટ રાખી બાળકો પાસે પ્રેમ પૂર્વક મહેનત કરાવી હતી.
દર વર્ષે સૈનિક સ્કુલમાં ધોરણ 6 થી પ્રવેશ મેળવવા યોજાતી પરીક્ષા આ વર્ષે પણ જાન્યુઆરી માસમાં યોજાયેલ હતી. દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો આ પરીક્ષા આપતા હોય છે. જેમા કિંગ એજ્યુકેશન પોઈન્ટના 30 માંથી 21 બાળકો પ્રવેશ પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવેલ હતો. હવે પછી તેમનું શિક્ષણ કાર્ય સૈનિક સ્કુલ રાષ્ટ્રીય કક્ષાની સ્કુલમાં થશે. અને આ બાળકો આગળ વધી દેશની રક્ષા કાજે કર્મ નિભાવશે. જે ખૂબ જ ગર્વની વાત છે.
સૈનિક બાલાચડી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વત્સલ માથુકિયા એ જણાવ્યું હતું કે આજે હું ખૂબ જ ખુશ છું અને આનંદની લાગણી અનુભવું છું. મારી જિંદગીની પહેલી સફળતાની શરૂઆત માટે બધો શ્રેય મારા માતા-પિતા અને કિંગ એજ્યુકેશન ને આપું છું. આ સંસ્થાના શિક્ષકોની શિક્ષણ પદ્ધતિને લીધે જ હું આ પરીક્ષામાં પાસ થયો છું. તે માટે કિંગ એજ્યુકેશન અને સંદીપ સર તેમજ બધા શિક્ષકોનો ખૂબ આભારી છું.
વિદ્યાર્થીના વાલી જલ્પાબેન તાજપરાએ જણાવ્યું હતું કે મારો દીકરો બાલાચડી સૈનિક સ્કૂલ ની પરીક્ષામાં 237 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયો છે. જેના માટે હું ખૂબ હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું. મારા દીકરાની સફળતા પાછળનો સૌથી મોટો ફાળો કિંગ એજ્યુકેશન સંસ્થાનો રહેલો છે. આ સંસ્થા દ્વારા મારા બાળકને આખું વર્ષ સૈનિક સ્કૂલ પરીક્ષાની મહેનત કરાવી છે. મારા બાળકને અભ્યાસમાં મુકતા પહેલા જૂનાગઢની ઘણી સંસ્થાઓનો મેં સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ આ કિંગ એજ્યુકેશન સંસ્થા પર મેં મારી પસંદગી કરી હતી. ત્યારે આજે મારા બાળકના પરિણામ બાદ મને આ સંસ્થાથી પૂરેપૂરો સંતોષ છે.
કિંગ એજ્યુકેશન પોઈન્ટના ચેરમેન સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે બાલાચડી સૈનિક સ્કૂલ પરીક્ષાનું રિઝલ્ટ આવતા અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. અમારી સંસ્થાના 21 બાળકો આ પરીક્ષા પાસ કરી સૈનિક સ્કૂલ માટે સિલેક્ટ થયા છે. આ પરિણામ પાછળ માત્ર સંસ્થા જ નહીં પરંતુ અભ્યાસ કરતા બાળકો ની મહેનત રંગ લાવી છે. આ સંસ્થા દ્વારા દરેક વિદ્યાર્થીને પૂરતી અભ્યાસ વિશેની માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થી કયા વિષયમાં નબળું છે તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું. સૈનિક બાલાચડી સ્કૂલ ની પરીક્ષા નું મટીરીયલ્સ અમારી સંસ્થાના તજજ્ઞ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
સંસ્થા છેલ્લા સાત વર્ષથી માત્ર બાળકોના ઉત્કૃષ્ઠ પરિણામ માટે સતત દિવસ રાત કામ કરતી આવે છે. અને ભવિષ્યમાં પણ આવી જ રીતે પરિણામોની હારમાળા હંમેશાની જેમ જાળવી રાખીશું તેવું આશ્વાસન આપ્યું હતું.. અત્રે નોંધનીય છે કે કિંગ એજ્યુકેશન પોઈન્ટ જૂનાગઢ ઉપરાંત અમરેલી, કાલાવળ, વીરપુર, ગોંડલ જેવા ગામોમાં પણ કાર્યરત છે. જે નવોદય અને સૈનિક સ્કુલનું કોચિંગ માટેની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સંસ્થા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!