મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા. ભૂલી પડેલી આંધ્રપ્રદેશની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાયું

3 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા. ભૂલી પડેલી આંધ્રપ્રદેશની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાયું. મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા રાજ્ય સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુર દ્વારા આંધ્રપ્રદેશ રાજ્યની મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરવી ઉમદા કામગીરી બજાવેલ. આંધ્ર પ્રદેશ ના શ્રીકાકુલ્લમ જિલ્લાના મેલિયાપુટ્ટી થી ભૂલી પડેલી એક ૪૧ વર્ષીય મહિલા પાલનપુર ના લાખાણી માં આવી પહોંચેલ , જ્યાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા આ મહિલા ને આશ્રય અર્થે સખી વન સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવેલ . આ મહિલા તેલુગુ ભાષી હોવાના કારણે તેની માહિતી શરૂઆત માં મળેલ નહીં વન સ્ટોપ સેન્ટર ની ટીમે ભાષા અનુવાદક ની મદદ લીધેલ અને વારંવાર ના કાઉન્સેલિંગ બાદ આ મહિલા અને તેના ગામના નામની માહિતી મળેલ જેના આધારે શ્રીકાકુલ્લમ જિલ્લાના પોલીસ સ્ટેશન અને ત્યાંનાં વન સ્ટોપ સેન્ટર મથકે આ મહિલા ના મળ્યા ની જાણ કરવાં આવેલ અને ફોટો મોકલવામાં આવેલ. મહિલા સાથે ટીમ દ્વારા કાઉન્સેલિંગ સેશન્સ દ્વારા જાણવા મળેલ કે આ મહિલા માનસિક હતાશા થી પીડિત છે અને તેના ઘરેથી બે મહિનાથી નિકળી ગયેલ છે આ મહિલા ના ગામના સરપંચ નો કોન્ટેક્ટ કરી તેના પરિવાર ને જાણ કરવાંમાં આવેલ અને બી મહિના થી ગુમ થઈ ગયેલ આ મહિલા નું પરિવાર સાથે સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુર દ્વારા મિલન કરાવેલ.




