માળિયા હાટીમાં કિશોરી મેળો–૨૦૨૬ અને વાનગી નિદર્શન : કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરક કાર્યક્રમ
‘પૂર્ણા યોજના’ હેઠળ કિશોરીઓને સશક્ત કરવાનો પ્રયાસ

‘પૂર્ણા યોજના’ હેઠળ કિશોરીઓને સશક્ત કરવાનો પ્રયાસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત ‘પૂર્ણા યોજના’ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે ‘કિશોરી મેળો–૨૦૨૬ અને વાનગી નિદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ, શિક્ષણ અને કાયદાકીય જાગૃતિ લાવવાનો હતો.



કાયદાકીય જાગૃતિ અને જીવન કૌશલ્ય માત્ર પોષણ જ નહીં, પરંતુ કિશોરીઓને સુરક્ષિત બનાવવા માટે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની સેવાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, આત્મવિશ્વાસ વધારવા, સંવાદ કૌશલ્ય અને નિર્ણયક્ષમતા જેવા જીવન કૌશલ્યો (Life Skills) પર પણ ખાસ માર્ગદર્શન અપાયું હતું.






