JUNAGADH

ધોરાજી બેંકમાં ગ્રાહકની નજર ચુકવી એક લાખની ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશની મહિલા ગેંગને નેત્રમ શાખા જુનાગઢની મદદથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી ધોરાજી સીટી પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગત તારીખ ૧૮/૦૪/૨૦૨૪ ના રોજ સવારના એક ખેડૂત ખેતીના ધીરાણની ફેરબદલી ધોરાજી માટે બેંક ઓફ બરોડા શાખામાં રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- ઉપાડેલ ત્યારબાદ ખેડૂત બેંક પાસબુક પ્રિટ માટે લાઈનમાં ઉભા હતા, ત્યારે તેની પાછળ ઉભેલ બે અજાણી મહિલાઓએ તેની થેલીમાંથી રોકડ રકમ રૂ.૧,૦૦,૦૦૦/- ચોરી કરી લઇ ગયા જણાતા ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ લખાવતા જે ફરીયાદના આધારે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. આર.જે.ગોધમએ તાત્કાલીક ધોરાજી સર્વેલન્સ ટીમના પો.સ.ઇ. પી.કે.ગોહિલ સહિત ધોરાજી સીટી પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલીક આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ, જેથી ધોરાજી સીટી પો.સ્ટે.ના AWK-EYE CCTV પ્રોજેકટ દ્વારા તપાસ કરતા આ ચોરીની ઘટનાને અંજામ આપનાર મહિલાઓ જૂનાગઢ તરફ ગયેલ હોવાનું જણાતા જુનાગઢ નેત્રમ શાખાને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પીએસઆઈ પી.એચ.મશરૂ તથા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરી જુનાગઢ ભવનાથ વિસ્તાર તથા હોટેલ ગેસ્ટ હાઉસ તથા સીટી વિસ્તારમાં ચેક કરતા આ ચોરીને અંજામ આપનાર મહિલાઓ રેલ્વે સ્ટેશન ખાતે હોવાનું જણાયું તે દરમ્યાન ધોરાજી સીટી પોલીસ સ્ટેશન સર્વેલંસ ટીમને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે ચોરીની ઘટનાને અંજામ આપી મધ્યપ્રદેશની મહિલા ગેંગ ચોરી કરી નાણાંની ભાગબટાઇ કરીને જુનાગઢથી મધ્યપ્રદેશ ફરાર થવાની તૈયારીમાં જુનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે હોય જેથી જુનાગઢ રેલ્વે પોલીસના મહિલા પીએસઆઈ પી.કે.વારોતરીયા તથા તેમના સ્ટાફને સાથે રાખી મહિલા આરોપીઓને રોકડ રૂ. ૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!