માળીયા હાટીના અને બ્રહ્મસમાજનો ગૌરવ
ઝીણા ગામના યુવાન મેહુલ જોષીનો કેપ્ટન પદે પ્રોફેશનલ પદોન્નતિ મેળવે છે, દેશસેવાના પથ પર ધ્રુવતારા બની ઉજળા પાથરે છે.જેને ઉડવું જ છે તેને ગગન મળી રહે છે લેફ્ટનન્ટથી કેપ્ટન બનેલા મેહુલ જોષી ભારતીય સેના મા વધુ એક શિખર સર કરે છમાળીયા હાટીના તાલુકાના ઝીણા ગામના મેહુલ જોષી લેફ્ટનન્ટથી કેપ્ટન પદે પદોન્નત થયા.ભારત-ચીન સરહદ પર મદ્રાસ રેજિમેન્ટમાં ફરજ બજાવતાં મેહુલના શિસ્તભર્યા નેતૃત્વને માન મળ્યું.બિહારના ગયા ખાતે આવેલ ઓફિસર ટ્રેનીંગ એકેડેમીમાંથી તેઓ જૂન 2024માં લેફ્ટનન્ટ તરીકે કમીશન્ડ થયા હતા. કેપ્ટન મેહુલ 2011માં સૈનિક તરીકે ભારતીય સેના સાથે જોડાયા અને સતત પુરૂષાર્થથી અધિકારી બન્યા.માર્ચ 2023માં બેંગલોર ખાતે સર્વિસ સિલેક્શન બોર્ડની કઠીન ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં સફળતા મેળવી.તેઓ માનતા છે કે “પડવું એ પતન નથી, પરંતુ પડ્યા જ રહેવું એ પતન છે” અને એ જ ભાવનાથી આગળ વધ્યા. સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરાયેલા મેહુલ જીવનમાં સૈદ્ધાંતિકતા, અનુશાસન અને નૈતિક મૂલ્યોને પાળે છે.મેળવેલી સિદ્ધિથી મેહુલ જોષી માત્ર તેમના પરિવાર નહીં પણ સમગ્ર માળીયા હાટીના તાલુકાનું ગૌરવ બન્યા છે.
રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળીયા હાટીના