વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની ચૂંટણીને અનુલક્ષીને વાંસદા ચીખલીનાં કૉંગ્રેસી યુવા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વઘઈનાં દોડીપાડા ખાતે નેતા બનો નેતા ચુનોના સૂત્ર સાથે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસની મીટીંગ યોજાઇ હતી.આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં તબરેઝ અહેમદ (બબલુ ),ડાંગ જિલ્લા કોંગ્રેસનાં આગેવાન ધનજરાવભાઈ ભોયે,તુષાર કામડી,હર્ષ ગાંધી ,વિકાસ ભોયે,ડુંગરડા ઉપપંચ આદમી ઉરપંચ રોહિતભાઈ,કૃણાલ ભોયે યુવા મહાલા આગેવાન અસ્મિતા (અમુ)ભોયે હાજર રહ્યા હતા, પ્રાસંગિક પ્રવચનમાં ધનજરાવભાઈ ભોયેએ જોડવા જણાવ્યું કે સમાજ સેવા કરવાનું ઉત્તમ માધ્યમ એ યુવક કોંગ્રેસ છે જેમાં યુવાન યુવતીઓ વધુને વધુ જોડાવાનું અને કોંગ્રેસ પાર્ટી ને મજબૂત કરવા આહવાન કર્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા તબરેઝ અહેમદ (બબલુ)એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં યુવાનો જનનાયક રાહુલ ગાંધીનાં નેતા બનો નેતા ચૂનોના સૂત્રથી પ્રેરાય ને રાજકારણમાં જોડાવાનો જે નિર્ધાર કર્યો છે જે ખૂબ આવકારદાયક છે. જે આવનાર દિવસોમાં ડાંગ જિલ્લાનાં રાજકારણ માટે ખૂબ નિર્ણાયક સાબિત થશે
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે રાજનીતિમાં આગળ વધવું હોય અને સફળતા સર કરવી હોય તો યુવક કોંગ્રેસ એનો પ્રથમ પગથિયું છે જેનો જીવતો જાગતું ઉદાહરણ હું જ છું નેતા બનો નેતા ચુનોના સૂત્ર અને સાર્થક કરતા રાજનીતિમાં સમાજના દરેક વર્ગને સાથે રાખી બનેલી કોંગ્રેસ પાર્ટીને વિચારધારા સાથે આ દેશનું બંધારણ સંપ્રદાયિકતા અને સંવિધાનનું રક્ષણ એ કોંગ્રેસ પક્ષની મુખ્ય વિચારધારા છે.આ મિટિંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવા અને યુવતીઓ ડાંગ જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યા હતા.અત્રે નોંધનીય છે કે કૉંગ્રેસનો ગઢ એવો ડાંગ જિલ્લામાં પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીતનાં રાજીનામા બાદ સુફડા સાફ થઈ ગયા છે.હાલમાં સાંસદ,વિધાનસભા, જિલ્લા પંચાયત સહીત ત્રણેય તાલુકા પંચાયતમાં કૉંગ્રેસ પાર્ટી પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યુ છે.ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે કૉંગ્રેસ પાર્ટીમાં કોઈ કદાવર નેતા રહ્યો નથી.તેવામાં હાલમાં ગુજરાત કૉંગ્રેસ પાર્ટી દ્વારા ડાંગ જિલ્લામાં એકડે એકથી યુવાઓને ભેગા કરી પડી ભાંગેલી પાર્ટીને ઉભી કરવા માટે મથામણ કરી રહી છે.ત્યારે આ મથામણ કેટલા અંશે સફળ થશે તે આવનાર સમયમાં જ બતાવશે..