JUNAGADHTALALA

૧,૦૦૦થી વધુ લોકોએ ભાલછેલ ખાતેના સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું

રાજ્ય સરકારે અંદાજે રૂ.૧૫ કરોડના ખર્ચે વિકસિત કરેલા ભાલછેલ સનસેટ પોઇન્ટના નિર્માણ અને ત્યાં નવનિર્માણિત કરવામાં આવેલ વનને કારણે સાસણ આવતાં પ્રવાસીઓ માટે એક નવું નજરાણું ઊભું થયું છે.

લોકોના સહિયારા પ્રયત્નો સાથે અનેક વૃક્ષોના વાવેતરથી માતૃવન‘ નું નિર્માણ

૦૦૦૦૦૦

પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા સહિતના મહાનુભાવો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

જૂનાગઢ તા.૧૦   મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાસણ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીમાં સહભાગી થયા બાદ ભાલછેલ સનસેટ પોઇન્ટ ખાતે ‘એક પેડ માં કે નામ અભિયાન’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની સાથે એન.સી.સી. કેડેટ્સ, એન.જી.ઓ., આસપાસના ગ્રામજનો સહિત ૧,૦૦૦થી વધુ લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોએ ભાલછેલ સનસેટ પોઇન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ સ્થળને ‘માતૃવન’ નામ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અંદાજે રૂ.૧૫ કરોડના ખર્ચે વિકસિત કરેલ ભાલછેલ સનસેટ પોઇન્ટ ગીરના પ્રવાસે આવતા પ્રવાસીઓને એક નવું નજરાણા સમાન બની રહ્યું છે.

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબેન મૂછાર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, ભગવાનભાઈ બારડ, અરવિંદભાઈ લાડાણી, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, વન વિભાગના ઉચ્ચ અધિકારી સર્વશ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, ડો. યુ. ડી. સિંહ, પ્રશાંત તોમર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!