GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા બસ સ્ટેશન પર મહિલા અને બાળકની 181 અભયમ ટીમ દ્વારા મદદ

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા: ગોધરા બસ સ્ટેશન પાસે એક દુકાનદારે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણકારી આપી કે એક મહિલા પોતાના નાના બાળક સાથે ગભરાયેલી હાલતમાં બેઠી છે અને તેમને મદદની જરૂર છે.

આ કોલ મળતા જ 181ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, તેમણે હિંમતનગરના એક યુવક સાથે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી તેમને એક બે મહિનાનું બાળક છે.

મહિલાના જણાવ્યા મુજબ, તેઓ અંબાજી ખાતે છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા, પરંતુ તેમના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ બંધાતા તે અવારનવાર ઝઘડા અને મારપીટ કરતા હતા. તાજેતરમાં જ તેમણે મહિલાનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો.

આ પરિસ્થિતિથી કંટાળીને મહિલા બસમાં બેસીને ગોધરા આવી ગઈ હતી. તેઓ તેમની બહેનના ઘરે, કાલોલના મહેલોલ ગામ જવા માંગતા હતા, પરંતુ કોઈ સંપર્ક ન થતાં મુશ્કેલીમાં મુકાયા હતા. 181ની ટીમે માતા અને બાળકને સુરક્ષિત રીતે તેમની બહેનના ઘરે પહોંચાડ્યા અને કાયદાકીય માહિતી પણ આપી.

આ મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ મહિલા અને તેમના પરિવારે 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!