JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ ૨૦૨૪ માટે તા. ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે

જૂનાગઢ, તા. ૦૬ – ભારત સરકાર શિક્ષણ મંત્રાલય, શાળા શિક્ષા અને સાક્ષરતા વિભાગ નવી દિલ્હી તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગરના ૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી શિક્ષકો માટે રાષ્ટ્રીય પારિતોષિક યોજના અમલમાં છે. જે અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ-૨૦૨૪ મેળવવા માટે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કાર્યરત કાયમી શિક્ષકો અને શાળાના મુખ્ય શિક્ષકો ઓનલાઇન વેબસાઈટ (https://nationalawardstoteachers.education.gov.in) ઉપર અરજી કરી શકશે. આ ઓનલાઇન અરજી ૧૫/૦૭/૨૦૨૪ સુધી કરી શકાશે. જૂનાગઢ જિલ્લાના મહતમ શિક્ષકો રાષ્ટ્રીય પારિતોષિક યોજના અન્વયે દરખાસ્ત નોંધાવે તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જૂનાગઢ ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!