ભરૂચ: નબીપુર ગ્રામ પંચાયત દ્વારા નબીપુર ગામના મહાનુભાવો ને સન્માનિત કરાયા, મેડલ અને પુરસ્કાર ટ્રોફી આપી સન્માન કરાયું.


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર ગ્રામ પંચાયત દિવસો દિવસ પ્રગતિના પંથે આગળ ધપી રહી છે. જેમાં ગ્રામ પંચાયત ની હાલની સત્તારૂઢ બોડી નિરંતર પ્રગતિ કરી રહી છે. જેમાં ગ્રામજનો પણ ઉત્સાહ પૂર્વક તેમાં સહભાગી બની ગ્રામ પંચાયત ને પોતાનું યોગદાન આપી રહયા છે. જે અંતર્ગત ગતરોજ ગ્રામ પંચાયતે ગામની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા બદલ ગામના ત્રણ મહાનુભાવોનું તેમના સિંહફાળા બદલ મેડલ પહેરાવી ટ્રોફી આપી સન્માન કર્યું હતું. આ ત્રણ મહાનુભાવોમા ઇકબાલભાઈ કડુજી જેઓ હરહમેંશા ગ્રામ પંચાયતની પડખે રહયા અને કોઈપણ કામ માટે ગ્રામપંચાયત ને કોઈપણ કાર્યાલય સાથે લેખિતમાં કે મૌખિક રજૂઆતો કરવાની હોય તો કોઈપણ સમયે ગ્રામ પંચાયતની સાથે રહયા અને ગ્રામ પંચાયતને સોશિઅલ મીડિયા સાથે સાંકળી સતત ગ્રામજનોને ગ્રામ પંચાયતના સૂચનો અને માહિતી પૂરી પાડતા હતા અને ગ્રામ પંચાયતનો ભાર હળવો કરતા હતા. બીજા મહાનુભાવ હાફેજી મહમદભાઈ ડેમાં જેમણે ગ્રામ પંચાયતના જૂના મકાનના નવિનિકરણ મા પોતાના કિંમતી સમયનો સિંહફાળો આપ્યો છે. તેઓ સતત મકાનના નવીનીકરણ મા દેખરેખ રાખી કામને પૂર્ણતા સુધી લઇ ગયા હતા અને ગ્રામ પંચાયત દ્વારા થતા દરેક કન્સ્ટ્રકશન ના કામમાં પોતાના સલાહ સૂચનો આપતા રહયા છે.ત્રીજા મહાનુભવ સલીમભાઈ કડુજી જેઓ ઇલોક્ટ્રોનોક અને ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા છે જેઓ પણ હરહંમેશ ગામના સમાચારો, ઘટનાઓ અને ગામને લાગતી માહિતીઓ મીડિયા સુધી પહોંચાડતા રહે છે. જેઓએ ગ્રામ પંચાયતની પડખે રહી ગ્રામ પંચાયતની સતત પોતાનું યોગદાન આપ્યું. ગામના પ્રશ્નો ને પોતાની ચેનલો દ્વારા યોગ્ય સ્તરે પહોંચાડી. તેઓએ નીડર અને એક બાહોશ પત્રકારીત્વ કારી ગામની પડખે રહયા. આમ આ ત્રણેય મહાનુભાવોને ગઈકાલે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સરપંચ, ડે.સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટીઓ અને ગામના વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા હતા. આ ત્રણેય મહાનુભાવોએ તેમને કરાયેલ સન્માન બદલ નબીપુર ગ્રામ પંચાયત નો આભાર વ્યક્ત કર્યો હતો.




