આઈ.સી.ડી.એસ. જૂનાગઢ દ્વારા “મહિલા સુરક્ષા તાલીમ “ તેમજ “કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ પરામર્શ ” જેવા કાર્યક્રમો થકી રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણી

જૂનાગઢ તા.૧૧, આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ૭મો રાષ્ટ્રીય પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને આજરોજ પોલીસ વિભાગના સહયોગથી સી.ડીવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે મહિલાઓના સુરક્ષાના કાયદા અંતર્ગત એક પોષણ આરોગ્ય અને સુરક્ષા વિષયક એક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તાલીમ અન્વયે સી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ શ્રી એન. એલ. પાંડોર સાહેબ તથા પી.એસ.આઈ. શ્રી રણજીત વણઝારા સાહેબ તેમજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલબાને દવે તથા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ડોલીબેન દોશી તેમજ આઈ.સી.ડી.એસ. ની મહિલાઓ હાજર રહ્યા હતા. આ તકે શ્રી એન. એલ. પાંડોર સાહેબ દ્વારા મહિલાઓને તેમના સુરક્ષા અંગેના કાયદા વિશે તાલીમગાર કરવામાં આવેલ જ્યારે શ્રી વત્સલાબેન દવે દ્વારા મહિલાઓને પોષણ તેમજ આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ. ઉપરાંત મહાનગરપાલિકા જૂનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આજ પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી કરવમાં આવી હતી. જેમાં મુખ્ય સેવિકા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે કુપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ અંગે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર પોષણ માસ ની તમામ ઉજવણીનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવેલ.







