માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા જૂનાગઢ જિલ્લાના માર્ગ પર ગેરૂચા, વ્હાઇટ વોશિંગ અને રસ્તાઓના મરામત પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી
માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા જૂનાગઢ જિલ્લાના માર્ગ પર ગેરૂચા, વ્હાઇટ વોશિંગ અને રસ્તાઓના મરામત પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા જૂનાગઢ જિલ્લાના માર્ગ પર ગેરૂચા, વ્હાઇટ વોશિંગ અને રસ્તાઓના મરામત પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢના માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક આવેલા મુખ્ય જિલ્લા માર્ગ પર ગેરૂચાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેંદરડા તાલુકામાં મુખ્ય જિલ્લાના માર્ગના કાંઠા પર આવેલા વૃક્ષોને ગેરૂચાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વૃક્ષોનું જીવાત થી સંરક્ષણ, વાહનચાલકોની સલામતી તેમજ સરકારી ઓળખાણ માટે ગેરુંચુનાની કામગીરી ખૂબ જ મહત્વની છે.
આ ઉપરાંત માણાવદર તાલુકામાં આવેલ મુખ્ય માર્ગ પર આવેલા સ્ટ્રક્ચરો ઉપર વ્હાઈટ વોશિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેથી રોડ રસ્તા પર આવેલા સ્ટ્રકચરો સુંદર અને રક્ષણકારક બન્યા છે. વાહનચાલકોને સ્ટ્રક્ચરનું દૂરથી બાયફર્ગેસન થતા અકસ્માત ટળી શકે તથા વાહન ચાલકોની સલામતી જળવાઈ રહે છે.
તેમજ વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વિવિધ રસ્તાઓ ઉપર પેચ વર્કની કામગીરી પ્રગતિમાં છે. લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નુકસાન પામેલ રસ્તાઓની મરામત અને આસ્ફાલ્ટ પેચ વર્કની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. જેમાં હાલ વિસાવદર તાલુકામાં આસ્ફાલ્ટ પેચ વર્કની કામગીરી પ્રગતિમાં છે. કાર્યપાલક ઇજનેર શ્રી અભિષેક ગોહિલ અને તેમની ટીમ દ્વારા ઉકત સતત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.