DHRANGADHRASURENDRANAGAR

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ધ્રાંગધ્રા પાલિકા અને સામાજિક કાર્યકરોએ સહભાગી વૃક્ષારોપણ કર્યું.

તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આજે વિશ્વ પર્યાવરણ દિવસને વિશ્વ ભરમાં પ્રકૃતિના ખાસ જતન તરીકે ઉજવવામાં આવે છે ખાસ કરીને વર્તમાન સંજોગોમાં ગ્લોબલ વોર્મિંગના લીધે આખા ય વિશ્વ માટે ભયજનક ગરમીનો આંકડો પાર કરી ચૂક્યું છે અને લોકો હવે વૃક્ષના સાચા મહત્વને સમજતા બન્યા છે પણ વાવવા બાબતે હજી પણ સંપૂર્ણ જાગૃતિ જોવા નથી મળી રહી ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે ધ્રાંગધ્રા પંથકના લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા આશયથી ધ્રાંગધ્રા નગરપાલિકા અને ધ્રાંગધ્રા શહેરની જુદી જુદી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ સંયુક્ત રીતે વૃક્ષારોપણ કર્યું હતું ખાસ કરીને આજે જાણીતા પત્રકાર અને સેવાભાવી યુવાન સલીમભાઇ ઘાંચીનો જન્મદિવસ હોય સામાજિક કાર્યકરો અને પત્રકાર સંગઠન બંનેની વિશેષ હાજરી જોવા મળી હતી અને ધ્રાંગધ્રા શહેરના ઐતિહાસિક રાજ મહેલ પેલેસની સામે ની બાજુએ તળાવના કિનારે 100 વૃક્ષ વાવવામાં આવ્યા હતા તેમજ તેનાં ખાસ જતન અને ઉછેરની તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ તકે ધ્રાંગધ્રા પાલિકા ચીફ ઓફિસર મંટીલ પટેલ, રિટાયર્ડ પીઆઇ કે એમ જાડેજા, પાલિકા કર્મચારીઓ સહીત સામાજિક આગેવાનો સલીમભાઇ ઘાંચી, સિંધુ દિલસે, ચંદ્રેશભાઈ રોય સહિતનાઓએ સમગ્ર કાર્યક્રમ દ્રારા ધ્રાંગધ્રા વાસીઓને વધુથી વધુ વૃક્ષ વાવવાની અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!