JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આચાર સંહિતા લાગુ થયાથી છેલ્લા દોઢેક મહિનાથી ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ

જૂનાગઢ તા.૫ મે, ૨૦૨૪  ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પાડવી રીતસર એક પડકાર છે. આ માટે અધિકારી-કર્મચારીશ્રીઓ રાત દિવસ જોયા વગર સતત પરિશ્રમ કરી રહ્યા છે. આમ, તો ચૂંટણીલક્ષી કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે પરંતુ આચાર સંહિતા લાગુ થતાં મોટા ભાગનું તંત્ર ચૂંટણી લક્ષી કામગીરીમાં જોતરાય જાય છે.

ખાસ કરીને લોકસભા સામાન્ય ચૂંટણીમાં કલેકટર કચેરીની ચૂંટણીની શાખા સવિશેષ ધમધમે છે. છેલ્લા દોઢેક માસથી ચૂંટણી શાખાના કર્મયોગીઓ અહર્નીશ કામગીરી કરી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન મુજબ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલના દેખરેખ હેઠળ મામલતદાર શ્રી પી.એમ.ખ્રિસ્તી ઉપરાંત ૭ નાયબ મામલતદાર, ૧ સિસ્ટમ સુપરવાઇઝર, ૫ ક્લાર્ક, ૪ રેવન્યુ તલાટી, ૬ ઓપરેટર અને ૬ સેવક કામગીરી કરી રહ્યા છે. આમ, ૨ અધિકારીઓ ઉપરાંત ૨૯ જેટલા કર્મયોગીઓ છેલ્લા દોઢ માસથી સરેરાશ ૧૪ કલાક કામગીરી કરી રહ્યા છે.

ચૂંટણી લક્ષી કામગીરી ખૂબ ચીવટતા સાથે જવાબદારી માંગી લે તેવી છે. આ કામગીરીમાં કોઈ ચૂકને વધારે અવકાશ હોતો નથી. ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન ચૂંટણી પંચના નિર્દેશો-માર્ગદર્શિકા  સાથે રાખીને સતત કામગીરી કરવાની રહેતી હોય છે.  ઉમેદવારી ફોર્મ ઉપડવાથી માંડી હરીફ ઉમેદવારની યાદી  ફાઇનલ કરવા સુધીની જટીલ પ્રક્રિયા. જુદા જુદા સ્તરે થતાં રેન્ડેમાઈઝેશન, સ્ટેશનરી – ચૂંટણીલક્ષી સામગ્રી મંગાવવી અને વિતરણ, ઈવીએમની વિધાનસભા મતવિસ્તારવાર ફાળવણી, પોલિંગ સ્ટાફનું મેનેજમેન્ટ, ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ, તાલીમ, મતદાર યાદી- મતદાન મથકો સંલગ્ન કામગીરી વગેરે. આ સાથે દરેક કામગીરીનું ઉચ્ચકક્ષાએ સતત રિપોર્ટિંગ કરવું. જુદી જુદી કામગીરી અંગેના જરૂરી હુકમો કરવા જેવી વિવિધ પ્રકારની કામગીરી સમયમર્યાદામાં કરવામાં આવે છે. તેવી જ રીતે પ્રાંત અધિકારીશ્રીની કચેરી તથા મામલતદાર કચેરી ખાતે પણ ચૂંટણીલક્ષી કામગીરીનો સતત ધમધમાટ રહે છે.

૧૩-જુનાગઢ લોકસભા મત વિસ્તારમાં સુપેરે ચૂંટણીની પ્રક્રિયા યોજવા માટે ૧૦,૦૦૦ થી વધુ અધિકારીઓ કર્મચારીઓ પ્રત્યક્ષ – પરોક્ષ રીતે ચૂંટણીમાં ફરજ બજાવી રહ્યા છે આમ, લોકશાહીના એક મજબૂત સ્થંભ એવા અધિકારી- કર્મચારીઓ વર્ક ફોર ડેમોક્રેસીની નેમને સાર્થક કરી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!