JUNAGADHMANGROL

માંગરોળ: આરેણા અને ખોડાદા સહિતના 4 ગામોના ખેડૂતો દ્વારા pgvcl કચેરી ખાતે વીજ સમસ્યા બાબતે ઉગ્ર રજુઆત કરાઈ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પુરતી વિજળી ન મળતાં ચાર ગામના ખેડૂતો, આગેવાનોએ આજે વીજ કચેરી હોબાળો મચાવ્યો હતો આઠથી દસ કલાક વિજળીના વાયદા વચ્ચે લાઈટના અસહ્ય ધાંધિયાથી વાડી બગીચાઓ સુકાઈ રહ્યા છે ત્યારે કોઈ નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખેડૂતોની શું સ્થિતિ છે.તે જાણવાની કુરસદ નહીં હોવાનો રોષ પણ વ્યકત કર્યો હતો

ચાલુ વષેં સારા વરસાદથી મોટાભાગના વાડી વિસ્તારોમાં કુવાઓ પાણીથી છલોછલ છે પરંતુ પુરતી વિજળીના અભાવે જરૂરિયાતના સમયે પિયત ન મળવાથી મગફળી, નાળિયેરી સહિતના પાક પર માઠી અસર વતૉઈ રહી છે ત્યારે લાઈટની સમસ્યાથી ચિંતિત આરેણા ,ખોડાદા, હુસેનાબાદ તથા ખંભાળીયાના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ દોડી આવી, વિજ અધિકારીને ધેરાવ કરી ખેડૂતોએ આકોશ ઠાલવ્યો હતો

——- રિપોર્ટર—— વસંત અખિયા માંગરોળ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!