
કેશોદ નું મઢડા સોનલ આઈ ધામ બન્યું જળ મગ્નન,મઢડા મુળીયાસા જેવા અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા છે અને મુળીયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું હોવાનું જાણવા મળ્યું છે કેશોદ પંથકમાં ગઈકાલે મેઘરાજાએ ઘમરોળતા સરેરાશ દશ થી પંદર ઈચ વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કેશોદના ઘેડ પંથકમાં પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવતાં સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થઈ જતાં સામાન્ય જનજીવન પર ભારે અસર થઈ છુ. દેશ વિદેશમાં અનેક લોકો નું શ્રધ્ધા નું કેન્દ્ર એવું કેશોદ ના મઢડા સોનલ આઈ ધામ હાલમાં જળ મગ્નન બની ગયુ છે જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી પાણી દેખાઈ છે જોકે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બાટવા ખારા નું પાણી મઢડા ખાતે નદીમાં આવતું હોવાથી મઢડા મુળીયાસા જેવા અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.ઓઝત અને બાટવા ખારા નદીના પુરના પાણી સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળતાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે. કેશોદ ના બામણાસા ઘેડ સહિત ના ઘેડ પંથકના અનેક ગામો હાલમાં બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે તો બીજી તરફ ગયકાલે આવેલા ઓઝત અને બાટવા ખારા નદી ના પુરના કારણે ખેડૂતોના ખેતરનો પારો તુટતા હજારો હેકટર ખેતીનું જમીન નું ધોવાણ થયું હોવાનું જાણવા મળે છે તો બીજી તરફ જુનાગઢ જિલ્લાના આ ઘેડ પંથકમાં દર વર્ષે આવી રિતના પુરના પાણી ફરી વળે છે અને ખેડુતોના પારાઓ તુટી જવાની ધટનાઓ સામે આવતી હોય છે તો બીજી તરફ છેલ્લાં પંદરથી વીસ કલાકમાં પડેલા ભારે વરસાદને લયને હાલમાં બામણાસા સહિત ના કેશોદ તાલુકાના ધેડ પંથકમાં જળ બંબાકાર જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે અને નદીઓમાં આવેલા ધોડાપુર થી ખેડુતોની હજારો હેક્ટર જમીન નું ધોવાણ થયું છે ત્યારે આ બાબતે સરકાર કયારે જાગશે તેવો સવાલ ધેડ પંથકના ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




