JUNAGADHKESHOD

આગામી જન્માષ્ઠમી નો તહેવાર મટકી ફોડ સાથે ધામ ધુમ થી ઉજવવામાં આવશે

આગામી જન્માષ્ઠમી નો તહેવાર મટકી ફોડ સાથે ધામ ધુમ થી ઉજવવામાં આવશે

ભારતીય સંસ્કૃતિના અનેક તહેવારો પૈકી જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી નંદ ઘેર આનંદ ભયો….. ના નાદ સાથે શોભાયાત્રા યોજી ખુબ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે થાય છે ..આપણી પરંપરા મુજબ કેશોદમાં પણ આ પાવન પર્વની ઉજવણી સૌના સાથ સહકારથી ખુબ ભવ્ય રીતે થાય છે.આ વર્ષે પણ આગામી 26 ઓગષ્ટ 2024 ના રોજ આવતી જન્માષ્ટમી પર આપણા શહેરની શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમ અતિ ભવ્યાતિ ભવ્ય રીતે થાય તેના આયોજન માટે આજ રોજ કોરે કમિટીની મીટિંગ રણછોડરાયજી મંદિરે મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સુરક્ષા વિભાગને સાથે રાખીને રહીને ચર્ચા વિચારણા કરી ને આયોજન કરવું તેમજ કેશોદનાં કાર્યકરો અને આગેવાનોની મીટીંગ બોલાવી ચર્ચા વિચારણા તથા આયોજન કરવું આ માટે Dy Sp શ્રી ઠક્કર સાહેબ તથા પી.આઇ.શ્રી નિલૅષ ઇંગરોડિયા….ના સકરાત્ક સહકાર અને પ્રેરક હાજરી સાથે આ કાર્યક્રમને ભવ્ય રીતે ભાવભેર ઉજવવાનું નક્કી કરેલ છે..આ માટે વિગતવાર આયોજન કરવા વિવિધ સમાજોના પ્રતિનિધીઓ સાથે ટુંક સમયમાં એક મિટિંગ બોલાવવામાં આવશે

 

  • રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા, કેશોદ

Back to top button
error: Content is protected !!