JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

આમ આદમી પાર્ટીનું આહ્વાન : ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અંત, પરિવર્તનની શરૂઆત

આમ આદમી પાર્ટીનો સંદેશ : ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ પરિવર્તનની હાકલ

આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન : ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સુર્યોદય
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે આજે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રેશમા પટેલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાતમાં રાજકીય ક્રાંતિનો પ્રારંભ છે. આ અભિયાન ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે પરિવર્તનનો અવાજ અને લડાઈ છે. તેમણે જણાવ્યું કે, “ભાજપના પેજ પ્રમુખો આમ આદમી પાર્ટીના પેજ લીડર બની રહ્યા છે, જ્યારે કોંગ્રેસના નિરાશ ક્રાંતિવીરો આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગુજરાતની જ્યોત બની રહ્યા છે. ગુજરાતની જનતા પરિવર્તનની આશાનું કિરણ બનીને આ અભિયાનમાં જોડાઈ રહી છે.”રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, આ સદસ્યતા અભિયાનને ઘરે-ઘરે પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વોર્ડ અને બૂથ સ્તરે મીટિંગો યોજીને સંગઠનને મજબૂત કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી પીડાતા સર્વ સમાજ, ધર્મ, મહિલાઓ અને યુવાનોના પ્રચંડ આશીર્વાદ આમ આદમી પાર્ટીને મળી રહ્યા છે. તેમણે ગુજરાતની જનતાને આહ્વાન કરતાં કહ્યું, “આવો, સૌ સાથે મળીને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ગુજરાતને બચાવીએ અને ભાજપને હટાવીએ.”જુનાગઢની સ્થિતિ પર ટિપ્પણી કરતાં રેશ્મા પટેલે કહ્યું, “ભાજપ અને કોંગ્રેસની આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજનીતિમાં જુનાગઢની જનતા પીસાઈ રહી છે. જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની ત્રણ એન્જિનની સરકાર હોવા છતાં રસ્તાઓમાં ખાડા, ગટરોનો ભરાવો અને પાણીની સમસ્યા યથાવત છે. ભાજપ પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા લેટર બોમ્બ ફેંકે છે, પરંતુ જનતાની સમસ્યાઓનું સમાધાન કરવામાં નિષ્ફળ રહી છે.”તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી જનતાની સમસ્યાઓ માટે લડશે. અમે દરેક વોર્ડમાં જઈને જનતાની વાત સાંભળીશું અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ભાજપની સરકારને કામ કરવા મજબૂર કરીશું. આ ધમકી નથી, ચેતવણી છે. જુનાગઢની જનતાને કહેવું છે કે રાજકીય કે અસામાજિક ગુંડાઓથી ડરવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ અને તમારા માટે લડીશું.”આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને ભાજપની “ત્રણ પૈડાની સરકાર”થી સચેત રહેવા અને પરિવર્તન માટે આગળ આવવા અપીલ કરે છે.

Back to top button
error: Content is protected !!