JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢની પીકેએમ કોલેજ ખાતે ચૂંટણી ફરજ સાથે જોડાયેલ ૧૦૪૨ સ્ટાફની તાલીમ યોજાઈ

પોલિંગ સ્ટાફના ૧૧૬૨ કર્મીઓનું પોસ્ટલ બેલેટ થી મતદાન પૂર્ણ

૧૩- જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ ઝુબેર અલી હાશ્મીએ  તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું

 જૂનાગઢ,તા. ૩૦ જૂનાગઢની પીકેએમ કોલેજ ખાતે ચૂંટણી ફરજ સાથે જોડાયેલ સ્ટાફની તાલીમ અને ત્યાર બાદ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા આજ રોજ બીજા દિવસે  યોજાઇ હતી. આજે બીજા  દિવસે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા ૧૦૪૨ સ્ટાફની તાલીમ યોજાઈ હતી. અને ત્યારબાદ ૧૧૬૨ પોલીંગ સ્ટાફે   પોસ્ટલ બેલેટથી મતદાન પૂર્ણ કર્યું હતું. આ તકે ૧૩- જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી એ  ઉપસ્થીત રહી   તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.

આજે યોજાયેલ તાલીમના પ્રથમ સેશનમાં સવારે ૨૧૯ પોલીંગ  ઓફિસર અને બપોરના સેશનમાં ૮૨૩ મહિલા  પોલીંગ  ઓફિસરોએ માસ્ટર ટ્રેનર્સ પાસેથી મેન્યુલી અને પીપીટીના માધ્યમથી તાલીમ મેળવી હતી.

આ તકે જનરલ જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ ઝુબેર અલી હાશ્મી એ   સમગ્ર તાલીમનું નીરીક્ષણ કરી તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.આ તાલીમમાં જૂનાગઢ પ્રાંત અધિકારીશ્રી  ચરણસીંઘ ગોહિલ, મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થીત રહયા હતા.

અત્રે ઉલ્લેખની છે કે, ચૂંટણી ફરજ સાથે જોડાયેલ સ્ટાફની આ બીજી તાલીમ પૂર્ણ થઈ છે. હવે પછીની અંતિમ તાલીમ વિધાનસભામાં ફરજ નિભાવવાની હશે ત્યાં આગામી દિવસોમાં યોજાનાર છે.તાલીમ પૂર્ણ થયા બાદ ૧૧૬૨ પોલિંગ ઓફિસરો એ  પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!