JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢની પીકેએમ કોલેજ ખાતે ચૂંટણી ફરજ સાથે જોડાયેલ ૧૦૯૭ સ્ટાફની તાલીમ યોજાઈ

પોલિંગ સ્ટાફના ૯૩૪ કર્મીઓનું પોસ્ટલ બેલેટ થી મતદાન પૂર્ણ

જૂનાગઢ,તા. ૨૯  જૂનાગઢની પીકેએમ કોલેજ ખાતે ચૂંટણી ફરજ સાથે જોડાયેલ સ્ટાફની તાલીમ અને ત્યાર બાદ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા આજ રોજ યોજાઇ હતી. આવતી કાલ સુધી યોજાનાર તાલીમ અને મતદાનમાં આજે પ્રથમ દિવસે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા ૧૦૯૭ સ્ટાફની તાલીમ યોજાઈ હતી. અને ત્યારબાદ ૯૩૪ પોલીંગ સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન પૂર્ણ કર્યું હતું.

આજે યોજાયેલ તાલીમના પ્રથમ સેશનમાં સવારે ૫૧૪ પ્રિસાઇડિંગ ઓફિસર અને બપોરના સેશનમાં ૫૮૩ પોલીંગ ઓફિસરોએ માસ્ટર ટ્રેનર્સ પાસેથી મેન્યુલી અને પીપીટીના માધ્યમથી તાલીમ મેળવી હતી.

આ તાલીમમાં ડિસ્પેચિંગથી લઈને મતદાન થાય ત્યાં સુધીની પ્રક્રિયા,  પ્રિસાઇડિંગ ઓફિસર,પોલિંગ ઓફિસર ૧,૨ અને ૩ ને કરવાની થતી કામગીરી, ચાલુ મતદાન વખતે રાખવાની થતી ધ્યાન રાખવા જેવી બાબતો જેવી કે ટેન્ડરવોટ, તકરારી મત, ટેસ્ટ વોટ અને કોઈ મતદાર મતદાનની ના પાડે એ અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. તેમજ ક્યુઆર કોડના માધ્યમથી સ્ટાફની ચૂંટણીલક્ષી બાબતો અંગે ટેસ્ટ પણ લેવામાં આવી હતી. આ ઉપરાંત ઇ.વી.એમ.નું નિદર્શન આઈટીઆઈ માસ્ટર ટ્રેનર્સ દ્વારા યોજાયું હતું.

અત્રે ઉલ્લેખની છે કે, ચૂંટણી ફરજ સાથે જોડાયેલ સ્ટાફની આ બીજી તાલીમ પૂર્ણ થઈ છે. હવે પછીની અંતિમ તાલીમ વિધાનસભામાં ફરજ નિભાવવાની હશે ત્યાં આગામી દિવસોમાં યોજાનાર છે. તાલીમ પૂર્ણ થયા બાદ ૯૩૪  પોલિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!