JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે હવામાનના અવલોકનો લેતા કર્મચારીશ્રીઓ માટે તાલીમ યોજવામાં આવી

જૂનાગઢ તા. ૬ ઑગસ્ટ ૨૦૨૪ (મંગળવાર) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જૂનાગઢ ખાતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિવિધ પેટા કેન્દ્રો ખાતેની હવામાન વેધશાળામાં દૈનિક હવામાનના અવલોકનો લેતા કર્મચારીશ્રીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૨૫ તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી.

કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટીયાએ જણાવ્યુ કે, વિપરિત આબોહવાકીય પરિસ્થિતિ હાલમાં જુદી છે, નવીન ટેકનોલોજી અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા તેમજ કૃષિમાં આબોહવા પરિવર્તનની અસરો વિશે વિગતો આપવામાં આવી હતી. દૈનિક હવામાનના અવલોકનો લેતા કર્મચારીશ્રીઓ વધુ ચોકસાઇ પૂર્વક અવલોકનો લેવામાં આવે તે માટે સૂચન કરવામાં આવ્યુ હતું.

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.બી. જાદવે, ડિજિટલ માધ્યમથી વધુમાં વધુ ખેડૂતની નજીક રહીને ખેડૂતને માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કુલસચિવશ્રી  ડૉ.વાય. એચ. ઘેલાણી, આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, ડૉ. પી. ડી. કુમાવત તેમજ પ્રાધ્યાપક અને વડા ડૉ. પી. કે. ચોવટીયા, ડૉ.એસ. જે. સિંધી, મદદનીશ પ્રાધ્યાપક, શ્રી ડી. આર. વઘાસીયા, નિયંત્રણ અધિકારી શ્રી ઉમેશ પરમાર, અગ્રોમેટ ઓબ્ઝર્વરે આ તાલીમ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને તાલીમ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

oplus_0

Back to top button
error: Content is protected !!