JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
બાંટવામાં આન, બાન અને શાન સાથે તિરંગા યાત્રા નીકળી

જૂનાગઢ તા.૧૩ બાટવા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. જેમાં ધારાસભ્ય શ્રી અરવિંદ લાડાણી, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી સહિતના પદાધિકારી- અધિકારી જોડાયા હતા. વિદ્યાર્થીઓએ પણ આ યાત્રામાં દેશભક્તિ સફળ કૃતિઓ રજૂ કરી હતી. આમ, આન, બાન અને શાન સાથે નીકળેલી તિરંગા યાત્રામાં સામાજિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.







