મહેસાણા જીલ્લામાં બેહચરાજી રાતેજ ખાતે અને લતાનપુરા ખાતે વડનગર ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી તાલીમ અપાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વડનગર તાલુકાના સુલતાનપુરા ખાતે પરા વિસ્તારમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી .જેમાં ગામના ૨૦ ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો . ક્લસ્ટરના ટેકનિકલ માસ્ટર ટ્રેનર નરેન્દ્ર ભાઈ પ્રજાપતિએ પ્રાકૃતિક ખેતીમાં પાયાંની જરૂરિયાત જેવી કે જીવામૃત,બીજામૃત, ઘનજીવામૃત,આચ્છાદાન, વાફસા, ખાટી છાસનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે માહિતી આપવામાં આવી. અત્યારે મગફળી, કપાસ, દિવેલા અને કઠોળ જેવા પાકોમાં બીજામૃત બનાવીનેં તેનો પટ કેવી રીતે આપવો તેના વિશે સમજાવ્યુ હતુ.
આ અંતર્ગત અન્ય એક કાર્યક્રમ રાતેજ ખાતે બેચરાજી ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી તાલીમ નો કાર્યક્રમ યોજાયો હતો પ્રાકૃતિક કાર્યક્રમ બેચરાજી તાલુકાના રાતેજ ગામે વણકરવાસમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી .જેમાં ગામના ખેડૂત ભાઈ બહેનોએ પ્રાકૃતિક ખેતી તેમજ વિવિધ અર્ક અને બીજામૃત અને ઘનામૃત વિશે માહિતી મેળવી હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર નરેંદ્રભાઈ પટેલે ખેડૂતોને વિગતો પૂરી પાડી હતી તેમજ ક્લસ્ટરના ટેકનિકલ માસ્ટર ટ્રેનર જયશ્રીબેન પટેલે ૨૬ જેટલાં ખેડૂત ભાઈ બહેનોને પણ માહિતી પૂરી પાડી હતી તેમજ સૌએ તેમની પાસે જાણ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે વધુ નફો મેળવાય અને ખર્ચની બચત કરાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.