JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં ૫ સ્થળે યોગ બોર્ડ દ્વારા યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું

જૂનાગઢ તા. ૫  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા ઉનાળુ વેકેશનમાં બાળકોને નવી પ્રવૃત્તિ સાથે નવા વિચારો મળે એ માટે જૂનાગઢ જિલ્લામાં દસ દિવસીય યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર તારીખ ૨૦ થી ૨૯ મે ૨૦૨૪ આમ કુલ દસ દિવસ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલજી તેમજ ઓ. એસ. ડી. વેદી તેમજ સ્ટેટ કોર્ડીનેટર રાજેશભાઈ પંચાલ તેમજ ઝોન કોડીનેટર તથા જિલ્લા કોડીનેટર ચેતનાબેન ગજેરાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં અલગ અલગ સ્થાન પર કુલ પાંચ સ્થળોએ આ સમર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગીરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોગ ટ્રેનર ગ્રીષ્માબેન, નિશાબેન, અને જિલ્લા કોર્ડીનેટર ચેતનાબેન ગજેરાના નેતૃત્વમાં આ સમર કેમ્પ યોજાયો હતો. ટીંબાવાડી ગાર્ડન પાણીના ટાંકા પાસે યોગ ટ્રેનર સોનલબેન તથા નીલાબેન તથા મીનાબેનના માર્ગદર્શન આયોજન કરવામાં આવ્યુ હતું. ચીક પેક પ્રીપ્રાઇમરી યુનિટ એકલવ્ય ગ્લોબલ સ્કૂલમાં યોગ કોચ ભરતભાઈ તથા કમલેશભાઈ તથા યોગ ટ્રેનર રીટાબેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, નાયબ નિયામકની કચેરી રાજ્ય પંચાયત અને તાલીમ ભવન શશીકુંજ ખાતે યોગકોચ નર્મદાબેન, ભગવાજીભાઈ, યોગ ટ્રેનર દુર્ગાબેન દ્વારા યોગ શીબીર યોજાઇ હતી, એકલવ્ય સ્કૂલ ઝાંઝરડા રોડ યોગ કોચ નયનાબેન તથા યોગ ટ્રેનર ભારતીબેન તથા સોનલબેન દ્વારા યોગ શીબીર યોજાઇ હતી,

ઉપરોક્ત યોગ અને સંસ્કારશિબિરમાં અલગ અલગ કાર્યક્રમો જેવા કે યોગીક એક્સરસાઇઝ, આસનો, પ્રાણાયામ, ગાયત્રી યજ્ઞ, ધ્યાન, બાળરોગ નિષ્ણાતનું માર્ગદર્શન, જુદી-જુદી રમતો, વૃક્ષારોપણ, બાળકોને પ્રોત્સાહિત કરી શકે એવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. બાળકોને યોગ બુક, ચિત્રપોથી, ટોપી, પેન, પેન્સિલ, કલર સેટ વગેરે બાળકોને ઉપયોગી થાય તેવી ગિફ્ટ આપવામાં આવી હતી. અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

Back to top button
error: Content is protected !!