૧૩-જૂનાગઢ લોકસભા સંસદીય મતવિસ્તારની મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ
કૃષિ ઇજનેરી અને ટેકનાલોજી કોલેજ, કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૩ જૂનાગઢ લોકસભા મત વિસ્તારની મતગણતરી યોજાશે : સવારે ૮ કલાકે મતગણતરીનો પ્રારંભ થશે
…..
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
જૂનાગઢ તા. ૦૩ ૧૩-જૂનાગઢ લોકસભા સંસદીય મતવિસ્તારની મત ગણતરીની માટેની જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે ૮ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલાજી કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્ર ખાતે પ્રારંભ થશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધીકારીશ્રીએ મત ગણતરીની તૈયારીઓ સંદર્ભે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મત ગણતરીની વ્યવસ્થાની સિક્યોરીટી માટે સીએપીએફ સહિતની થ્રી ટાયર સિક્યોરીટી રાખવામાં આવેલ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટથી મત ગણતરી કરવામાં આવશે. આ પૂર્વે મતગણતરી માટે સ્ટાફનુ સવારે ૫ કલાકે રેન્ડેમાઈઝેશન કરવામા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ શાંતીપુર્ણ રીતે મત ગણતરી યોજાઇ એ માટે કાંઉટીંગ રૂમ તથા સ્ટ્રોંગ રૂમ ઉપર ૧૦૬ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. તેમજ કાઉંટીંગની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં જૂનાગઢ જિલ્લા પોલિસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.એફ.ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષ પટેલ તેમજ પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.






