બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
જૈન સમાજ દ્રારા વષેઁ નવમી એપ્રિલે વિશ્ર્વ નવકાર મહામંત્ર દિવસ મનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.આ દિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશ ભરમા તેમજ દુનિયાના દરેક દેશોમાં નવકાર મહામંત્રના જાપ અને દયાનનું ભવ્ય આયોજન થાય છે જેના ભાગ રૂપે નેત્રંગ નગરમાં પણ જૈન સંધ થકી નવકાર મહામંત્ર દિવસ નિમિતે જીનબજાર ખાતે આવેલ જૈન દેરાસર ખાતે પૂ.પંન્યાસ શ્રી પુર્ણરક્ષિત વિ.મ.સા.ની નિશ્રામાં નવકાર દિવસ નિમિતે જૈન લોકો મોટી સંખ્યામાં હાજર રહીને નવકાર મંત્ર ના જાપ તથા ધૂનનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.