ન્યાય અને કાયદા સૌ માટે સમાન છે

પ્રૌઢને માર મારનાર ફોજદાર સહિત ચાર સામે ગુનો દાખલ થયો
જામનગર/જામજોધપુર (ભરત ભોગાયતા)
કાયદો રક્ષણનુ કામ કરે છે ક્યારેક કાયદો દંડ કરે સજા કરે છે તે કાયદા મુજબ હોય છે પરંતુ જો કાયદા મુજબ ન હોય અને ગેરકાયદેસર કોઇને કોઇ સતાવાળા હેરાન કરે તો આપણી લોકશાહીના કાયદા અને જોવાઇઓ આવા પીડીતોની તરફેણ કરે છે આવો જ વધુ એક બનાવ જાણવા મળ્યો છે જેમાં રાજકોટમાં પ્રોઢને મારમારવા ના કેસમાં પી.એસ.આઈ. સહિત જ સામે ગુનો દાખલ થયો છે

રૈયાનગર ઈન્દીરા નગર મફતીયાપરામાં રહેતા વેલ્ડીંગ કામ કરતા દિનેશભાઈ મકવાણા ને બાઈક પર જતા સાઇડ કાપવા બાબતે માથાકુટ થતા મામલો ગાંધી ગ્રામ પોલીસ સ્ટેશનમાં પહોંચેલ હતો, જ્યાં પી.એસ.આઇ. એમકે પંડયા અને પોલીસમેન મળી દિનેશભાઈ મકવાણા ને લાકડી વડેમાર મારતા પ્રોઢ દ્વારા માનવ અધિકાર કમીશ્નર ને સહિત અનેક જગ્યાએ રજુઆત કરતા જેમને આધારે પી.એસ્.આઈ સહિત ચાર સામે એટ્રોસીટી સહિત નીકલમ મુજબ ગુનો નોંધાયો છે





