GUJARAT

રાજપીપલાના મહિલા અગ્રણી જ્યોતિ જગતાપને “મહિલા ગૌરવ સન્માન-2025 “એવોર્ડથી સન્માનિત કરાયા 

રાજપીપલાના મહિલા અગ્રણી જ્યોતિ જગતાપને “મહિલા ગૌરવ સન્માન-2025 “એવોર્ડથી સન્માનિત કરાયા

 

તેમની સામાજિક તથા અન્ય વિશિષ્ટ કામગીરીને બિરદાવી સન્માનપત્ર, ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયાં

 

કલોલ ખાતે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૫૩ મહિલાઓનું સન્માન કરાયું

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા મહિલા ગૌરવ સન્માન- 2025 કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ૫૩ મહિલાઓનું શ્રેષ્ઠ કાર્ય બદલ સન્માનપત્ર, ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયાં હતા જેમાં નર્મદા જિલ્લાના રાજપીપલાના મહિલા અગ્રણી, વોઇસ ઓફ નર્મદા અખબારના મહિલા તંત્રી તરીકેની તથા નોંધપાત્ર સામાજિક પ્રવૃત્તિઓ કરનાર જન કલ્યાણ સેવા ટ્રસ્ટ,રાજપીપલાના પ્રમુખ શ્રીમતિ જ્યોતિ જગતાપને મહિલા ગૌરવ સન્માન -2025” એવોર્ડમાં સન્માનપત્ર, ટ્રોફી અને મેડલ એનાયત કરી સન્માનિત કરાયાં હતા.આ પ્રસંગેમોટી સંખ્યામાં જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો, સભ્યો, મહિલા કાર્યકરો અને શહેરના મહિલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા ગુજરાતના શિક્ષણ જગતના અને સામાજિક ક્ષેત્ર યોદ્ધા સમાન બહેનોએ તેમના ક્ષેત્રમાં કરેલી સફળ કામગીરીને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે પ્રમુખ મિતેશભાઈ જેઠવા, મંત્રી નરસિંહભાઈ ઇટાલીયા અને સમગ્ર ટીમ દ્વારા મહિલા ગૌરવ સન્માન-2025 કાર્યક્રમનું આયોજન કલોલમાં સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ સ્નેહલબેન પટેલ અને ડૉ,દમયંતીબા સિંધા (M.D હર્બલ કેન્સર સ્પેશિયાલિસ્ટ) ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમના

ઉદ્ઘાટક શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજીએ એવોર્ડ હાંસલક રનાર મહિલાઓને વિશેષ આશિર્વાદ આપ્યા હતા. સમગ્ર ગુજરાતના 18 જિલ્લાઓમાંથી તેમના ક્ષેત્રના કાર્યોના આધારે પસંદ થયેલી 53 મહિલાઓને શિલ્ડ, સન્માન પત્ર, મેડલ અને ગિફ્ટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!