GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાંકાનેરમાં પ્રવેશ માટે અરજી કરી શકાશે
તા.૨૫/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાંકાનેરમાં પ્રવેશ મેળવવા માગતા તાલીમાર્થીઓ માટે ચોથા રાઉન્ડના પ્રવેશ માટેની પ્રકિયા શરૂ થવાની છે. સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશફોર્મ ભરવાની તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૫ થી તા.૩૦ ઓગસ્ટ ૨૦૨૫ છે. સંસ્થા ખાતે ફોર્મ ભરીને તે જ દિવસે સાંજે ૦૪:૦૦ કલાકે ભરેલું ફોર્મ પરત આપવાથી મેરિટ અનુસાર વહેલા તે પહેલાનાં ધોરણે એડમિશન મળી શકશે. વધુ જાણકારી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાંકાનેરના ફોન નંબર (૦૨૮૨૮) ૨૨૨૮૨૭ પર સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાંકાનેરના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.