Rajkot: હેમુ ગઢવી હોલ અને બાલભવન ખાતે ૨૭ ડિસેમ્બર થી ૧ જાન્યુઆરી સુધી યોજાનારો કલા મહાકુંભ

તા.૨૬/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
વિવિધ ૮ સ્પર્ધાઓમાં ઝોન કક્ષાના કલાકારો તેમની કલા રજૂ કરશે
Rajkot: ગુજરાત રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ રાજકોટ દ્વારા તા.૨૭ ડિસેમ્બરથી તા.૦૧ જાન્યુઆરી સુધી ઝોન કક્ષાએ કલા મહાકુંભ કાર્યક્રમનું આયોજન થશે. આ કાર્યક્રમમાં એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, ગરબા રાસ સહીત ૮ સ્પર્ધાઓ હેમુ ગઢવી હોલ અને બાલ ભવન ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં તા.૨૭/૧૨/૨૦૨૪ના રોજ સવારે ૦૯ કલાકે એકપાત્રીય અભિનય સ્પર્ધા હેમુ ગઢવી હોલના મુખ્ય સ્ટેજ ખાતે યોજવામાં આવશે. આ સ્પર્ધામાં ૬ થી ૫૯ વર્ષની વયના સ્પર્ધકો ભાગ લેશે. તા.૨૮/૧૨/૨૦૨૪ના રોજ હેમુ ગઢવી હોલના મુખ્ય સ્ટેજ ખાતે સવારે ૯.૩૦ કલાકથી ક્રમશઃ લોકનૃત્ય, ગરબા અને રાસ સ્પર્ધાનું આયોજન થશે. જેમાં ૬થી ૫૯ વર્ષના સ્પર્ધકો ભાગ લેશે. ઉપરાંત વકતૃત્વ સ્પર્ધામાં હેમુ ગઢવી નાટ્યગૃહમાં ઝોન નં. ૧,૨,૪ના મુખ્ય સ્ટેજ ખાતે સવારે ૮.૩૦ વાગ્યે ૬થી ૧૪ વર્ષના સ્પર્ધકો, સવારે ૯.૩૦ કલાકે ઝોન નં.૩ના સ્ટેજ નંબર ૩માં સવારે ૧૫થી ૨૦વર્ષના સ્પર્ધકો અને સવારે ૮.૩૦ કલાકે ઝોન નં. ૫,૬,૭,૮ના મીની થીયેટર ખાતે ભાગ લેશે.
તા.૨૯/૧૨/૨૦૨૪ના રોજ ૬ થી ૨૦ વર્ષના સ્પર્ધકો માટે ભરત નાટયમ સ્પર્ધામાં સવારે ૯ કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહના મુખ્ય સ્ટેજ અને હાર્મોનિયમ સ્પર્ધા હેમુ ગઢવી નાટ્યગૃહના મીની થીયેટર ખાતે ૬ થી ૫૯ વર્ષના સ્પર્ધકો ભાગ લેશે.
તા.૩૦/૧૨/૨૦૨૪ના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહના મુખ્ય સ્ટેજ ખાતે સવારે ૯ કલાકે સમૂહગીત સ્પર્ધામાં ૬ થી ૨૦ વર્ષના સ્પર્ધકો, ૧૦ કલાકે સુગમ સંગીત સ્પર્ધામાં ૬ થી ૫૯ વર્ષના સ્પર્ધકો, બપોરે ૨ વાગ્યે લગ્નગીત સ્પર્ધામાં ૬ થી ૫૯ વર્ષના સ્પર્ધકો ભાગ લેશે. તા.૩૧/૧૨/૨૦૨૪ના રોજ સવારે ૯ કલાકે લોકગીત અને ભજન સ્પર્ધામાં હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતેના ઝોન નં.૧,૨,૩,૪ના મુખ્ય સ્ટેજ ખાતે ૬થી ૧૪ વર્ષના સ્પર્ધકો અને ઝોન નં. ૫,૬,૭,૮ના મીની થીયેટર ખાતે ૧૫થી ૫૯ વર્ષના સ્પર્ધકો ભાગ લેશે.
તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકે બાલભવનના ઝોન નં. ૧થી ૪માં ૬થી ૧૪ વર્ષના સ્પર્ધકો અને બપોરે ૧ કલાકે ઝોન નં.૫થી ૮માં ૧૫થી ૨૦ વર્ષના સ્પર્ધકો નિબંધ અને ચિત્રકલા સ્પર્ધામાં સ્પર્ધકો ભાગ લેશે. તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરાની યાદીમાં જણાવાયું છે.



