BANASKANTHAGUJARAT

નવ રચિત ઓગડ તાલુકાના માંડલા ખાતે કાળકા માતાજી ગરબા સાથે અનોખી આરાધના કરાઈ…

નવ રચિત ઓગડ તાલુકાના માંડલા ખાતે કાળકા માતાજી ગરબા સાથે અનોખી આરાધના કરાઈ...

નવ રચિત ઓગડ તાલુકાના માંડલા ખાતે કાળકા માતાજી ગરબા સાથે અનોખી આરાધના કરાઈ…

ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો” ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન-કોમી- એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે. મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે. નવરાત્રિ એટલે શકિત-ભકિત -આરાધનાનુ પર્વ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી-ગરબા થકી મા શક્તિના ગુણ ગાન ગાય છે.ત્યારે નવ રચિત ઓગડ તાલુકાના માંડલા ગામે માતાજીના ચાચર ચોકમા પુરૂષો આંટીવાળા ગરબે ધુમીને માની આરાધના પર્વની અનોખી ઉજવણી કરે છે. આઠમના દિવસે કાળકા માનો ગરબો સીર ઉપડ લઈને કરસનભાઈ પટેલ અનોખી આરાધના કરે છે.ગામ મધ્યે શ્રી રામજી મંદિર ચૌટામા સમસ્ત ગ્રામજનોની વિશાળ હાજરીમાં અનોખા ભક્તિસભર દ્રશ્યો સર્જાય હતા.આઠમની આરતીનો લ્હાવો લેવા ઉછામણીમા આરતી નો ચડાવાનો લાભ શ્રી ગજાનંદ યુવક મંડળ તથા ચૌધરી જયેશભાઈ વીરાભાઈ એ (રૂ.૧,૬૨, ૫૨૦/- ) મા લીધો હતો. નવરાત્રી યુવક મંડળનાકાર્યકરોની સેવાની સરવાણી થકી અનેરા મહોત્સવ ની ઉજવણી થાય છે.આ પ્રસંગે પરમાભાઈ ચૌધરી, કુબેરભાઈ ચૌધરી, કરસનભાઈ ચૌધરી, રામજીભાઈ ચૌધરી તેમજ યુવા ટીમની મહેનતથી નવરાત્રી પર્વ અનેરી રીતેઉજવાય છે.તેમ અશોકભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!