
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં જુથ અથડામણ મામલો : ૮ શખ્સો સામે નામજોગ ૨૦૦ ટોળા વિરૂધ્ધ પોલીસે ફરીયાદ નોધી, દારૂની બોટલની કિંમત માટે થયો ઝગડો
મેઘરજ નગરમાં ગત શુક્રવારે મોડી રાત્રે બે વચ્ચે દારૂ ની બોટલની કીંમત ને લઇને સામ સામે સામાન્ય બોલા ચાલી બાદ જુથ અથડામણ થઇ હતી બે જુથો સામસામે આવી જતાં પથ્થરમારો ચલાવ્યો હતો જેમાં બીજા દિવસે એક પણ જુથ પોલીસ ફરીયાદ ન નોધાવતાં આખરે પોલીસ ફરીયાદી બની ૮ શખ્સો સામે નામજોગ અને ૨૦૦ ના ટોળા સામે ફરીયાદ નોધી હતી જેમાં નામજોગ નોધાયેલ ફરીયાદના આઠ આરોપીયોને પોલીસે જડપી પાડ્યા હતા
મેઘરજ નગરમાં ગત શુક્રવાર મોડી રાત્રે સોહીલ બાકરોલીયા પાંડરવાસ માં ચાલતા દારૂના અડ્ડા પર ઇગ્લીશ દારૂની બોટલ લેવા ગયો હતો બુટલેગર સમીરે દારૂની બોટલનો ભાવ વધુ કહેતાં સોહીલ અને સમીર વચ્ચે દારૂની બોટલની કીંમત ને લઇને સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યાર બાદ મામલો ઉગ્ર બનતાં બંન્ને જુથના ટોળાં એકત્ર થયાં હતાં અને સામ સામે પથ્થર મારો ચાલ્યો હતો જેમાં બંન્ને જુથના માણસો મારક હથીયારો લઇ દોડી આવ્યા હતા જેમા છ શખ્સો ને ઇજાઓ પહોચી હતી જેમાં એક પોલીસ કર્મી અને એક હોમગાર્ડને ઇજા થઇ હતી દિવસ દરમિયાન બંન્ને જુથ તરફથી પોલીસ ફરીયાદ ન નોધાતાં આખરે સ્થાનીક પોલીસને ફરીયાદી બનવાનો વારો આવ્યો હતો પોલીસે બંન્ને જુથના આરોપી.સમીર ભોલાજી પાંડોર.રહે.પાંડરવાસ મેઘરજ.ધવલ કમલેશ પગી રહે.પાંડરવાસ મેઘરજ.રાહુલ ભીખા નિનામા રહે.પહાડીયા મેઘરજ.રવિ પુજા ભગોરા રહે.પાંડરવાસ મેઘરજ.રુત્વિક ધુળા પગી રહે.પાંડોરવાસ મેઘરજ.સોહીલ મુસાભાઇ બાકરોલીયા રહે.ઘાંચીવાડા મેઘરજ.મોઇન જાકીર કાજી રહે.કસ્બા વિસ્તાર મેઘરજ.આસીફ યુસુફ લુહાર રહે.ઘાંચીવાડા મેઘરજ.સામે નામજોગ તેમજ ૨૦૦ માણસના ટોળા વિરૂધ્ધ ફરીયાદ નોધાઇ હતી જેમાં નામ જોગનોધાયેલ
ફરીયાદના આઠ આરોપીયોને પોલીસે જડપી પાડ્યા હતા
— વહીવટ દારે બુટલેગર ને ફરીયાદી ન બનવા કહ્યુ
પ્રાપ્ત માહીતી મુજબ બંન્ને જુથની અથડામણ બાદ બીજા દિવસે મામલો પોલીસમાં પહોચ્યો હતો જેમાં વહીવટદાર પોલીસ કર્મીએ બુટલેગરને ફરીયાદી ન થવા વારંવાર સમજાવી રહ્યા હતા આખરે બુટલેગરે વહીવટદારની વાત માની લીધી હતી





