
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની પાંડવા પ્રાથમિક શાળામાં બાળકોને ગુણવત્તા વગરનું ભોજન આપવામાં આવે છે તથા આચાર્ય અને શિક્ષકો વચ્ચે પણ વારંવાર ઝઘડાઓ થતા હોય તથા શાળામાં હિટલરશાશાહી વ્યવસ્થા ચલાવવામાં આવી રહી હોય તેવા આક્ષેપો સાથે એસએમસીનાં સભ્યો તથા વાલીઓએ જિલ્લા કલેકટર,જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,જીલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન,કેન્દ્ર શાળા મહાલપાડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળા પાંડવાની શાળામાં આવેલ હોસ્ટેલમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા મુખ્ય શિક્ષક મોતીરામભાઈ એસ.ગાવિત છે.જેમાં શાળાની SMC સમિતિ અને ગામના વાલીઓ અને આગેવાનો દ્વારા હોસ્ટેલના બાળકોની મુલાકાત લેતા બાળકોએ તેમના પર થયેલ અત્યાચાર અને ધાક ધમકીઓ અંગે જણાવેલ હતુ.જેમા જમવામાં એકદમ ઓછું અને ગુણવતા વગરનું ભોજન આપવામાં આવે છે.હોસ્ટેલમાં કુલ બાળકોની સંખ્યા 71ની સામે 6 કિલો ચોખા અને 2 કિલો લોટની રોટલી બનાવી આપવામાં આવે છે. (સવારમાં ચોખા 6 કિલો અને 2 કિલો લોટની રોટલી અને સાંજે પણ આજ પ્રમાણે આપવામાં આવે છે.) જે એકદમ ઓછું ખાવાનું મળે છે.તેમજ મેન્યુ જે મુજબ હોય તે મુજબ બાળકોને જમવામાં આપવામાં આવતું નથી.જેની જાણ થતા ગામના S.M.Cએ હોસ્ટેલની મુલાકાત લીધી હતી.અને બાળકોએ ગુણવતા વગરનું જમવાનું મળતા ફરિયાદ કરી હતી.જે અંગે માહિતી મળતા ગૃહપતિએ બાળકોને LC પર લાલ શેરો મારીને હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી છે.અને ત્યાં કામ કરતા બાળમિત્રોને ધમકીઓ અને ગાળા ગાળી કરે છે.અને બાળમિત્રો અને બધાજ કામ કરતા સ્ટાફને પણ હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપે છે.અને મુખ્ય શિક્ષક કિરણભાઈ અને યોગીતાબેન દ્વારા શાળાના શિક્ષકો વચ્ચે પણ ગમે ત્યારે ઝગડાઓ થતા રહે છે.અને એવું તો ઓફીસનું શું કામ હોય છે કે આચાર્ય દરરોજ 12 વાગ્યે શાળાએથી આહવા નીકળી જાય છે.વાલીઓ દ્વારા પૂછવામાં આવે તો આચાર્ય કહે છે કે, તેમનું ઓફીસનું કામ છે એટલે જાવ છું એવો જવાબ મળે છે.પાંડવા પ્રાથમિક શાળામાં જ્યારથી આ મોતીરામભાઈ મુખ્ય શિક્ષક, કિરણભાઈ અને યોગિતાબેન એમ આ ત્રણ શિક્ષકો આવ્યા છે, તે સમયથી પ્રાથમિક શાળામાં પાયાનું શિક્ષણ ખુબ જ નબળું થઇ ગયેલ છે.અને શિક્ષકોની ખેચતાણમાં બાળકોનો ભવિષ્ય બગડેલ છે.જેથી આ ત્રણ શિક્ષકોને છુટા કરી બદલી કરી આપવા ગ્રામ જનોની માંગ છે.જો ગ્રામજનોની માંગો પૂરી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં શાળાને તાળાબંધી કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.તેમજ વધુમાં જણાવ્યુ છે કે હોસ્ટેલમાં ગુણવતા વગરનું જમવામાં આપવામાં આવે છે,આચાર્ય અને શિક્ષકો વચ્ચે વારંવાર ઝગડાઓ થતા રહે છે,S.M.C ના પ્રમુખ કે સભ્યો વગર બારોબાર S.M.C ની ગ્રાન્ટો ઉપાડી લેવામાં આવે છે,SMC મીટીંગો ખાલી કાગળો પર જોવા મળે છે,અને S.M.C ના સભ્યો પાસે બારોબાર કામની વિગત જણાવ્યા મુજબ રજીસ્ટરમાં સહી કરાવવામાં આવે છે, ગામના વાલીઓ અને વડીલોની એવી માંગ છે કે આચાર્ય મોતીરામ એસ ગાવિત અને કિરણભાઈ અને યોગિતાબેન ત્રણેય મળીને નવા આવતા શિક્ષકો પર ત્રાસ આપવામાં આવે છે,ગામની શાળામાં હિટલર શાહીની વ્યવસ્થા ચાલુ છે,વાલીઓ દ્વારા સૂચનો કરતા જાત જાતના નિયમો બતાવીને તેમને ચૂપ કરાવી દેવામાં આવે છે,વગેરે જેવા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે વાલીઓ તથા એસ.એમ.સી.નાં સભ્યોએ જિલ્લા કલેકટર,જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.આ બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.ડી.દેશમુખને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે અમોને પાંડવા પ્રાથમિક શાળાની અરજી મળી છે.જે બાબતે તપાસના સૂચનો આપ્યા છે.કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે..




