DAHODGUJARATSINGVAD

સીંગવડ તાલુકાના આંગણવાડી કેન્દ્રમાં બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાઈ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન

તા.૧૭.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Singavad:સીંગવડ તાલુકાના આંગણવાડી કેન્દ્રમાં બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાઈ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન

ભારત સરકાર દેશના આદિજાતિ સમુદાયોના સર્વાંગી વિકાસ તેમજ સશકિતકરણ માટે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન લોન્ચ કરવામાં આવેલ છે.આ અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકારના વિવિઘ ૧૩ વિભાગો સાથે સંકલન સાધીને ગુજરાત રાજયના ર૧ જિલ્લાઓના ૧૦૨ તાલુકાઓના ૪૨૬૫ ગામોના ૬૬, ૦૫, ૯૧૨ આદિજાતિ લોકોને લાભાન્વિત કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે ૧૫ જુન ૨૦૨૫ થી ૩૦ જુન ૨૦૨૫ દરમ્યાન સુધી વિવિધ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે.જે અંતર્ગત દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના આંગણવાડી કેન્દ્રમાં મહિનાના ત્રીજા મંગળવારે બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. એ દરમ્યાન બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં બાળકોના જન્મદિવસની ઉજવણી સાથે આંગણવાડીની પૂર્વ પ્રાથમિક શિક્ષણની દૈનિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ ના કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી પ્રવેશપાત્ર બાળકોના વાલીઓને તેમજ અન્ય વાલીઓ, વડીલોને બાળકોના હાથે બનાવેલ આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી. આંગણવાડી પ્રવેશપાત્ર બાળકોમાંથી ૧૦૦% બાળકો આંગણવાડીમાં પ્રવેશ મેળવે તે અર્થે બાળકોના વાલીઓને પરામર્શ કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!