HALOLPANCHMAHAL

હાલોલ- સાથરોટા ગામે પાકા મકાનની દિવાલ ચા બનાવતી મહિલા પર ધસી પડતા ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૯.૨૦૨૪

હાલોલ તાલુકાના સાથરોટા ગામે પાકા મકાનની એક દિવાલ ધરાશાઈ થતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.એક બાંધકામ સાઇટ ઉપર છ મહિના પહેલા તૈયાર થયેલા એક પાકા મકાનમાં રસોડા ની દીવાલ તૂટી પડતા મકાન માં રહેતા પરિવાર ની મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર માટે હાલોલ ની એક ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવતા બિલ્ડરો દ્વારા રહેણાંક મકાનો ના કરવામાં આવતા બાંધકામો ની ગુણવત્તા ઉપર સવાલો ઉઠી રહ્યા છે.હાલોલ ના સાથરોટા ગામે શ્રદ્ધા રેસિડેન્સી – 2 ના નામે બાંધકામ કરવામાં આવેલા કેટલાક મકાનો પૈકી ડોલીબેન પવનસિંહ રાજપૂત નામની મહિલાએ કેટલાક મકાનો નું બાંધકામ કર્યું હતું. અને તૈયાર થયેલા મકાનો વેચાણ દસ્તાવેજ કરી વેચાણ કર્યા હતા આવાજ એક મકાન માં છ મહિના પહેલા વાસ્તુ પૂજા કરી રહેવા ગયેલા બિહાર ના દિનેશ પાસવાન ના મકાન ની દીવાલ તૂટી પડતા તેમના રસોડામાં કામ કરતા તેમના પત્ની કીરમાંગીબેન ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હાલોલ ની એક ખાનગી હોસ્પિટલ માં લઇ જવામાં આવતા આ બાંધકામો કરનાર બિલ્ડરો માં દોડધામ મચી હતી.મૂળ બિહાર ના દિનેશભાઇ પાસવાને ડોલીબેન પાસે થી મકાન ખરીધ્યું હતું. છ મહિના પહેલા વાસ્તુ પૂજા કરાવી હતી. મકાન જોયા પછી તેમાં અનેક તિરાડો હોવાથી તે ઠીક કરી આપવાની શરતે દિનેશભાઇ એ મકાન લીધું હતું પરંતુ વેચાણ કરનાર દ્વારા આ કામગીરી ન કરી આપતા તેઓએ મકાન ખરીદવા માટે આપેલું એડવાન્સ પરત માંગતા આ મકાનો બાંધકામ કરનાર ડોલીબેને તમારા થી થાય તે કરી લેજો પૈસા પાછા નહીં મળે તેમ સ્પષ્ટ જણાવી દેતા દિનેશ ભાઈએ છ મહિના પહેલા વાસ્તુ કરી મકાન માં ગૃહપ્રવેશ કર્યો હતો.આજે સવારે મકાન ના હોલ અને કિચન ની બાજુમાં ઉપરના માળે જવાના દાદર પાસે બનાવેલી દીવાલ તૂટી પડતા રસોડામાં ચા બનાવી રહેલા દિનેશભાઇ ના પત્ની ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા ગ્રામ્ય વિસ્તાર માં બિલ્ડરો દ્વારા રહેણાંક વિસ્તારના મકાનો ના કરવામાં આવતા બાંધકામની ગુણવત્તા ઉપર સવાલો ઉઠ્યા છે.

Back to top button
error: Content is protected !!