GODHARAGUJARATPANCHMAHAL

શ્રી દિપક પરમારે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડૉક્ટરેટની પદવી મેળવી

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

દિપકકુમાર વિનુભાઈ પરમારે સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાંથી “સ્થળાંતરીત આદિવાસી મહિલા મજૂરોની સ્થિતિ અને સમસ્યાઓ” વિષય પર પીએચ .ડી.ની ઉચ્ચતર ડિગ્રી મેળવી છે. તેઓએ ભારતના પ્રખ્યાત સમાજશાસ્ત્રી તથા નીતિ વિષયક નિષ્ણાંત તેમજ અનેક રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત અને હાલ સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં કાર્યરત પ્રોફે. (ડૉ). રમેશ એચ. મકવાણાના સાહેબના માર્ગદર્શનમાં સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે.

શ્રી દિપકભાઈ પરમાર પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની છે. દિપક પરમાર કદાચિત ઉજડા ગામમાં પીએચ.ડી.ની પદવી મેળવનાર પ્રથમ યુવાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. સમગ્ર ગામ ગૌરવ અનુભવે છે. ગામના અનેક યુવાનો માટે રોલ મોડેલ સાબિત થયા.

સ્થળાંતરીત આદિવાસી મહિલા મજૂરોના વિવિધ સામાજિક પાસાઓ અને સમાજશાસ્ત્રી પરિપ્રેક્ષ્યોને આધાર લઈને તેમણે પોતાનો પીએચ. ડી મહાશોધ નિબંધમાં આણંદ અને નડિયાદ શહેરમાં સ્થળાંતરીત આદિવાસી મહિલા મજૂરોની સ્થિતિ કેવી છે અને ત્યાં તેઓને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે વાસ્તવિકતાઓનું પ્રત્યક્ષીકરણ કરાવ્યું છે. સાથે જ સ્થળાંતરીત આદિવાસી મહિલાઓને ધ્યાનમાં રાખીને આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેનાં તારણો જિલ્લા તેમજ તાલુકા કક્ષાની અનેક શાખાઓ, સ્થળાંતરીત મહિલા મજૂરો માટે કામ કરતી જુદી-જુદી એનજીઓ અને સંસ્થાઓને તેમજ રાજ્ય સરકાર માટે મહિલા મજૂરો માટે નીતિ વિષયક નિર્ણયો લેવામાં ખૂબજ ઉપયોગી નીવડે તેમ છે. આ ઉપરાંત સ્થળાંતરીત મહિલા મજૂરોની સ્થિતિ અને સમસ્યાઓ સબંધિત સૂચનો પણ તેમણે કર્યા છે. સાથે સાથે મહિલા મજૂરોના હકો, અધિકારો, વેતન ભથ્થા તેમજ તેમની સમસ્યાઓ સબંધિત બાબતો અંગે તેઓમાં જાગૃતિ લાવવાનું તેમજ તેમને માર્ગદર્શન આપવાનું મહત્વનું કામ પણ કર્યું છે.

તેઓના આઠ સંશોધન લેખો રાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થયેલ છે. તેમજ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ ૨૫થી પણ વધુ સેમિનારમાં પેપર રજૂ કરેલ છે. તેમજ તેમણે ચાર વર્કશોપ પણ પૂર્ણ કરેલ છે. દિપક પરમાર હાલ શ્રી બનાસકાંઠા જિલ્લા મારવાડી આંજણા પટેલ કેળવણી મંડળ થરાદ સંચાલિત શ્રી રાજેશ્વર આર્ટસ કોલેજ, થરાદ ખાતે સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ડૉક્ટરેટની પદવી મેળવવા બદલ દિપક પરમારને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન.

Back to top button
error: Content is protected !!