
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
ભારત માતાને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવા માટે માત્ર ૧૮ વર્ષની ઉંમરે પોતાના જીવનનું બલિદાન આપનારા સૌથી નાના સ્વાતંત્ર્ય સેનાની શ્રી ખુદીરામ બોઝની ૧૩૬મી જન્મજયંતિનું આયોજન ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ યોગી અરુણાનંદ મુનિ આનંદ આશ્રમ ખુદીરામ ફાઉન્ડેશન ઉખાટિયા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આનંદ આશ્રમના યોગગુરુ ડો.
યોગી અરુણાનંદ મુનિના માર્ગદર્શન હેઠળ આનંદ આશ્રમ ડાંગ અને ખુદીરામ ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક અને માધ્યમિક આશ્રમ શાળા શિવારીમાળ ખાતે ૨૬૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, આચાર્ય પિયુષ ભાઈ સહિત સમગ્ર શિક્ષણ સ્ટાફ હાજર રહ્યો હતો. બાળકોને શ્રી ખુદીરામ બોઝની પ્રેરણાદાયી જીવનકથાનો પરિચય કરાવવામાં આવ્યો અને ભગવદ ગીતાના શ્લોકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આજે આપણે જે કંઈ છીએ તે શ્રી ખુદીરામ બોઝ જેવા અમર ક્રાંતિકારીઓના કારણે છે. આવા બધા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક આભાર માની વંદેમાતરમ ના જયઘોષ સાથે સલામી અર્પણ કરવામાં આવી …





