હાલોલ વડોદરા રોડ ઉપર સર્વોત્તમ હોટેલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક આધેડ એસટી બસની અડફેટે આવતા સર્જાયો અક્સ્માત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૮.૨૦૨૪
હાલોલ વડોદરા રોડ ઉપર સર્વોત્તમ હોટેલ પાસે એક આધેડ એસટી બસ ની અડફેટે આવી જતા રોડ ઉપર ફગોળાઇ ગયા હતા.જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ વડોદરા તરફ ના રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.હાલોલ ના બાસ્કા નજીક વડોદરા રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલા એક આધેડ એસટી બસની અડફેટે આવી ગયા હતા.આધેડ ડભોઇ ના કુબેર સોસાયટી ના રહેવાસી હતા જેઓ આંખોના મોતિયા ની સારવાર કરાવવા માટે હાલોલ તાલુકાના તાજપુરા ની નારાયણ આઈ હોસ્પિટલ આવ્યા હતા. બપોરે 1 વાગ્યે તેઓ ઘરે થી એકલા નીકળ્યા હતા.તાજપુરા મોતિયા ની સારવાર કરાવી ખાનગી વાહન માં સર્વોત્તમ હોટેલ સુધી આવ્યા હતા અને હાલોલ આવવા માટે કોઈ છકડો પકડવા રોડ ઓળંગી રહ્યા હતા. ત્યારે હાલોલ થી વડોદરા તરફ જઈ રહેલી દાહોદ – વલસાડ એસટી બસ ની અડફેટે આવી ગયા હતા.અકસ્માત બાદ આધેડ રોડ ઉપર પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થતા તેમને 108 એમ્બ્યુલન્સ માં સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા. અકસ્માત ની જાણ તેમના પરિવારજનો ને કરવામાં આવતા તેઓ ડભોઇ થઈ હાલોલ આવવા નીકળ્યા હતા. આધેડ ને માથામાં ગંભીર ઇજાઓ પહોચી હતી.અને જેઓ સરકારી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.












