GUJARATJUNAGADHKESHOD

ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમના તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમના તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત તા. ૨૪/૧૨/૨૦૨૪ થી તા.૦૨/૦૧/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ ખાતે ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૯ જીલ્લા ના ૨૫ જેટલા ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ ડુંગરાળ પરિભ્રમણ કાર્યક્રમ પૂર્ણ થતા આજે ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા એ તાલીમાર્થીઓને સફળતાપૂર્વક આ તાલીમ પુર્ણ કરવા માટે પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે ગિરનારભૂમિનું મહાત્મ્ય જણાવતા કહયું કે, આ પ્રકારની શિબિરોમાં ટીમવર્ક માં એક સાથે મળી ને કઈ રીતે કામ કરવું તે શિખવા મળે છે. તથા આવી શિબિરોમાં વધુને વધુ જોડાવવા તથા બીજાને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતુ. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડે આપી હતી. અને આભાર વિધિ વાલીએ સોરઠ હાઇસ્કુલના હારુનભાઈ વિહળ એ કરી હતી. ઉપરાંત લીનાબેન સથવારા, ભૂતિયા રિયા તથા મૌલીન પરમાર દ્વારા કેમ્પ ના અનુભવો વિષે તેમના પ્રતિભાવો આપ્યા હતા.ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં SVIMના પૂર્વ આચાર્ય કમલસિંગ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. તથા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના હસ્તે શિબીરાર્થીઓ તથા માનદ ઇન્સ્ટ્રક્ટરોને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.આ ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં કે.પી. રાજપૂત કોર્ષ ઇન્ચાર્જ અમદાવાદ, બચુભાઈ મકવાણા સાબરકાઠા, ભરતસિહ પરમાર ભાવનગર માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!