GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ક્ષત્રીય કેળવણી મંડળે દશેરા નાં દિવસે સમૂહ શસ્ત્રપૂજન નાં આયોજનને લઈ બેઠક યોજી

 

તારીખ ૨૯/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ બપોરે ત્રણ કલાકે કાલોલ-ગોધરા હાઈવે રોડ ઉપર આવેલ ખડકી હનુમાનજી મંદિર ખાતે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળની આગામી દશેરાની પરંપરાગત ઉજવણીનાં આયોજન ભાગરૂપે બેઠક યોજાઇ હતી.જેમાં નવરાત્રીનાં પવિત્ર દિવસો બાદ દશેરાનાં દિવસે સમસ્ત કાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત સમૂહ શસ્ત્ર પૂજન કરવામાં આવશે તેમજ આગામી સમયમાં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવશે તેવું કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળનાં નવનિયુક્ત પ્રમુખ અને પંચમહાલ લોકસભાનાં સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું.આ પ્રસંગે ક્ષત્રિય કેળવણી મંડળનાં કારોબારી સભ્યો, યુવાનો, વડિલો, સામાજિક – રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!