WAKANER:વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું સન્માન

WAKANER:વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું સન્માન
વાંકાનેરના ભેરડા ગામના વતની કોળી સમાજનું ગૌરવ કોબિયા રવીભાઈ રમેશભાઈ આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત આવતા તળપદા કોળી સમાજ અને ગામ લોકો દ્વારા તેમના સ્વાગત માટે દેરાળા ગામે જયકાળિયા ઠાકર મંદિરે સામૈયાનું ભવ્ય આયોજન કરી સ્વાગત સત્કાર કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ખાસ મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેશરીદેવસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ મૂંધવા, પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ હકાભાઈ ધરજીયા, તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ સોલંકી, શહેર ભાજપ મહામંત્રી દિપકસિંહ, ગજેન્દ્રસિંહ, ભાજપ અગ્રણી Er સમીર કુરેશી, સહિત રાજકીય અને સામાજિક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું પણ કોબિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા અગ્નિવીર જવાનો વિશે વિસ્તૃત માહિતી આપી અગ્નિવીર જવાન રવીભાઈ કોબિયા અને ગામ લોકો તથા સમસ્ત કોળી સમાજને અભિનંદન પાઠવ્યા હતા.







