મહિલા વિશ્વ દિવસની અનોખી ઉજવણું કરતું કાન્હા વિશ્વવિદ્યાલય

યોગેશ કાનાબાર રાજુલા
મહિલા વિશ્વ દિવસની અનોખી ઉજવણું કરતું કાન્હા વિશ્વવિદ્યાલય
રાજુલા ની કાન્હા વિશ્વવિદ્યાલય માં 8 માર્ચ ના રોજ વિશ્વ મહિલા દિવસ ની કરાઈ ઉજવણી
રાજુલા ની કાન્હા વિશ્વવિદ્યાલય દ્વારા જુદા જુદા વિભાગો અને કચેરીના મહિલા રત્નો નું કરાયું સન્માન. જેમાં ખાસ કરી ને નાયબ મામલદાર નિશાબેન ક્યાડા , નશાબંધી વિભાગ ના psi અવની બેન દવે, તાલુકા પંચાયત ના નાયબ હિસાબનીશ પરિતાબેન સોલંકી, બ્રહ્માકુમારી વિદ્યાલય ના દીદી બનુદીદી, બિઝનેસ વુમન જીગ્નાબેન જોશી,
વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ વિભાબેન મહેતા તેમજ માતા વાલીશ્રી ઓ ની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
સંઘર્ષ સાથે સમાજની જવાબદારી અને પોતાના વિભાગીય જવાબદારી નિભાવતી દરેક મહિલા ખરેખર સન્માન ને પાત્ર છે તેવી વિચારધારા ધરાવતી રાજુલા ની એક માત્ર સંસ્થા કાન્હા વિશ્વવિદ્યાલય ના ટ્રસ્ટીશ્રી ગભરૂભાઈ પિંજર, ઘનશ્યામભાઈ પિંજર, સંચાલકશ્રી નિલેશભાઈ કળસરીયા, પ્રિન્સીપાલ શ્રી વિપુલભાઈ નકુમ તેમજ જીતેન્દ્ર ભાઈ ખુમાણ,મૌલિકભાઈ વાણીયા અને વિપુલભાઈ હડીયા દ્વારા વિશ્વ મહિલા દિવસ ના કાર્યક્રમ ને ખાસ બનાવવા ભારે જેહમત ઉઠાવી.




